1000 યુવાનો લાચાર, મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા રહેવા-જમવાની મફત સુવિધાના દાવાઓ વચ્ચે અહીં 1000થી વધુ વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. જમવામાં જીવાત, તૂટેલા ટોયલેટ બ્લોક અને વારંવાર બંધ થઈ જતી લિફ્ટ જેવી સમસ્યાઓથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ આજે હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર નારેબાજી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલના ભોજનની ગુણવત્તા અત્યંત નિમ્ન સ્તરની છે. જમવામાં અવારનવાર કીડા, મકોડા અને અન્ય જીવાતો નીકળે છે. રોટલી રબ્બર જેવી અને છાશ પાણી જેવી પીરસવામાં આવે છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે જ્યાં ભોજનના વાસણો હોય છે તેની બાજુમાં જ એંઠવાડ રાખવામાં આવે છે, જે ભારે રોગચાળો ફેલાવી શકે છે. માત્ર ભોજન જ નહીં, પરંતુ હોસ્ટેલના મેન્ટેનન્સમાં પણ ઘોર બેદરકારી જોવા મળી રહી છે. દરેક ફ્લોર પર આવેલા ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં છે અને સફાઈનો અભાવ છે. લિફ્ટ વારંવાર ખોટકાઈ જતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્રની ઘોર નિદ્રા અને ઉપેક્ષા સામે લડવા માટે હવે વિદ્યાર્થીઓએ ડિજિટલ માધ્યમનો સહારો લીધો છે. વિદ્યાર્થીઓએ ડ (ટ્વિટર) પર ‘ઈંક્ષતશમય તફળફિત વજ્ઞતયિંહ’ નામનું પેજ બનાવ્યું છે, જેમાં હોસ્ટેલની બદતર હાલતના વીડિયો અને ફોટા મૂકીને પોતાની વેદના વાચા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં તેમની માનસિક શક્તિ વેડફાય છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. હવે જોવાનું એ રહે છે કે સોશિયલ મીડિયા પર ઊઠેલા આ અવાજ બાદ તંત્ર જાગશે કે કેમ?
તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ’ઈંક્ષતશમય તફળફિત વજ્ઞતયિંહ’ પેજ શરૂ કર્યું
આજે સાંજે હોસ્ટેલમાં તપાસ માટે જવાની છું: આનંદબા ખાચર
- Advertisement -
બહુમાળી ભવનમાં સ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આનંદબા ખાચરે જણાવ્યું હતુ કે, સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સમસ્યાઓની એક રજૂઆત મને મળી છે, જેને લઈને આજે સાંજે હોસ્ટેલમાં તપાસ માટે જવાની છું. ત્યારબાદ વિદ્યાર્થીઓની સમસ્યા ખરેખર શું છે અને તેનું નિરાકરણ કઈ રીતે આવી શકે છે તે બાબતે કહી શકું.
વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા
રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલ પ્રશાસન અને સરકાર દ્વારા અપાતી સુવિધાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હોસ્ટેલના વિદ્યાર્થી હાર્દિક મોરીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અહીં 1000થી વધુ વિદ્યાર્થીઓ વસવાટ કરે છે. સરકાર દ્વારા રહેવા-જમવાની સુવિધા અપાય છે, પરંતુ રસોડામાં ગુણવત્તાયુક્ત ભોજનના બદલે ભ્રષ્ટાચાર વધુ રંધાતો હોય તેવું
જણાય છે.



