દેશમાં પહેલીવાર અમદાવાદમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાશે
ટિકિટ બુકિંગ સમયે કે મુસાફરી દરમિયાન અઙઙથી ફૂડ ઓર્ડર કરી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
હાલમાં રેલવે મુસાફરીના રૂટમાં આવતા કોઈ શહેરમાંથી તમે નાસ્તો કે ફૂડ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. હવે આ સુવિધા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ૠજછઝઈ) દ્વારા મુસાફરોને એસટી બસોમાં પણ મળશે. એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને લાંબી મુસાફરી દરમિયાન ભૂખ્યા રહેવાની કે હાઈવે પરની હોટલોના ભોજન પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. નિગમ દ્વારા ટૂંક સમયમાં ‘ઘક્ષ ઉયળફક્ષમ ઙફભસયમ ઋજ્ઞજ્ઞમ’ નામની નવી સેવા શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. મુસાફરો રૂટમાં આવતા કોઈ શહેરમાંથી મનપસંદ નાસ્તો કે જમવાનું મગાવી શકશે. આ યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરાશે, જે માટેનું ટેન્ડર જાહેર કરાયું છે. મુસાફરોને ઓનલાઇન ટિકિટ બુક કરતા સમયે ફૂડ લેવા માટે વિકલ્પ અપાશે. મુસાફરો ફૂડ માટેનો વિકલ્પ પસંદ કરશે એ સાથે જ પસંદ કરેલા શહેર મુજબ મેનુ ખૂલશે અને ત્યાં મુસાફર પોતાનો ફૂડ ઓર્ડર બુક કરી શકશે. ઓર્ડર બુક થયા બાદ ડિલિવરી બોયને બસનું લાઇવ લોકેશન શેર કરાશે. મુસાફરોનો ઓર્ડર બસ સ્ટેશન, ડેપો અથવા નિર્ધારિત કંટ્રોલ પોઇન્ટ, પિક-અપ પોઇન્ટ પર ડિલિવર કરાશે. પાઇલટ પ્રોજેક્ટ માટે પાલડી, ગીતા મંદિર, સીટીએમ, નરોડા પાટિયા અને નહેરુનગર જેવા મુખ્ય સ્થળોને આ સુવિધા માટે ચિહ્નિત કરાયાં છે. મુસાફરોને જાણીતી ફૂડ ચેઇન, હોટેલ અને રેસ્ટોરાંનું તાજું અને સ્વચ્છ પેક કરેલું ભોજન બસમાં તેમની સીટ પર જ મળી જશે. આ નવી સુવિધાથી ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા સિનિયર સિટિઝન્સ, બાળકો સાથે પ્રવાસ કરતા પરિવારો તેમજ મહિલાઓને મોટી રાહત મળશે. ખાનગી ટ્રાવેલ્સ સાથે સ્પર્ધામાં ટકી રહેવા અને સરકારી પરિવહન સેવાઓને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે ૠજછઝઈનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
મુસાફરે ચાર કલાક પહેલાં ઓર્ડર બુક કરાવવો પડશે
- Advertisement -
મુસાફરો તેમની બસ ટિકિટ બુક કરતી વખતે અથવા મુસાફરી શરૂ થવાના ઓછામાં ઓછા 4 કલાક પહેલાં ઓનલાઇન ઓર્ડર કરી શકશે. આ માટે પસંદ કરાયેલી એજન્સીએ જીએસઆરટીસીના ઓનલાઇન ટિકિટ બુકિંગ પોર્ટલ (ઘઙછજ) સાથે તેમની ફૂડ બુકિંગ વેબસાઇટ જોડવાની રહેશે. મુસાફરો ડિજિટલ પેમેન્ટ કરી શકશે અને તેમને ઓનલાઇન બિલ પણ આપવામાં આવશે.
સમયસર ન મળે તો 5 હજારનો દંડ
જો મુસાફરનો ઓર્ડર સમયસર નહીં પહોંચાડાય તો પહેલા કિસ્સામાં 5 હજાર, બીજા કિસ્સામાં 7500, ત્રીજા કિસ્સામાં 10 હજારનો દંડ કરાશે. ગુટખા જેવી પ્રતિબંધિત વસ્તુઓની ડિલિવરી થઈ શકશે નહીં. મેનુ લિસ્ટના ભાવ પ્રમાણે જ ભાવ અને ગુણવત્તા જળવાશે. મુસાફરોને નિર્મળ નીરની પાણીની જ બોટલ અપાશે. અન્ય કોઈ બ્રાન્ડની પાણીની બોટલ આપવામાં નહિ આવે.



