4 લોકો સામે ગુનો નોંધી ફોરેસ્ટ વિભાગને સોંપ્યા, શંકાસ્પદ પદાર્થને ઋજકમાં મોકલાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીરગઢડા નજીક દ્વોણ ગામ પાસે સાવરકુંડલાના જેસરના 4 શખ્સો ફોરચુનર કાર લઈને નિકળતા ગીરગઢડા પોલીસે ગત 16 ડિસેમ્બરનાં રોકાવી તલાસી લેતાં છરી તેમજ શંકાસ્પદ વ્હેલ એમ્બર ગ્રીસ નામનો પદાર્થ મળી આવતા અટકાયત કરી પુછપરછ કરી હતી. તેમજ ગેરકાનૂની હથિયાર રાખવાના અંગે ગુન્હો નોંધી કોર્ટમા રજુ કરયા બાદ વ્હેલ ઊલ્ટી એમ્બર ગ્રીસ અંગેની તપાસ બાબતે ફોરેસ્ટ વિભાગને સોંપ્યા હતા અને પુછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સોએ વ્હેલ એમ્બર ગ્રીસ હોવાની કબુલાત કરતા તાત્કાલિક એફએસએલની મદદ લઈ ગીરગઢડા પોલીસે સાવરકુંડલા પાસેના ભાવગનરનાં જેસરના બાઉભાઈ સંગ્રામભાઈ ઝાપડા, ચાંપરાજભાઈ નજુભાઈ ખુમાણ, અબુ તલહા હારૂનભાઈ ડરૈયા, કમુ ભીખાભાઈ રાઠોડને ફોરચુનર ગાડી સાથે પકડી પાડતા તેની પાસે દરિયા વચ્ચે નેલ શાર્ક મચ્છીનું એમ્બર ગ્રીસ ઉલ્ટીનો પદાર્થ 19 ગ્રામ 200 મીમી સ્ટીલ ડબીમા મળી આવતા વન્ય વિભાગને સોંપ્યા હતા. આ અંગે જશાધાર રેન્જ ફોરેસ્ટ અધિકારી એલ. બી. ભરવાડે મિડીયાને જણાવ્યું હતું કે ઝડપાયેલા ચારેય શખ્સોએ પોતાની કબુલાતમા આ પદાર્થ એમ્બર ગ્રીસ હોવાનું કબુલ્યું છે પરંતુ આ બાબતે પદાર્થ એફએસએલમા મોકલતા ત્યાંથી રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ ખ્યાલ એમ્બર ગ્રીસ ઉલ્ટી અંગે સ્પષ્ટતા થશે. ગીર ગઢડા પોલીસ અને વન વિભાગ દ્વારા આ બાબતે ચોક્કસ તપાસ હાથ ધરી છે અને આ શંકાસ્પદ એમ્બર ગ્રીસ ક્યાંથી લાવવામા આવ્યું હતું અને કોને આપવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
ઉલટી ક્યાંથી લાવ્યા અને ક્યાં આપવાની હતી તે એક સવાલ છે
પોલીસે શંકાસ્પદ 4ને ઝડપી પાડયા પણ આ પ્રકરણમા સવાલ છે કે વ્હેલ માછલીની ઉલટી લાવ્યા ક્યાંથી અને ગીર ગઢડા પંથકમાં કોને આપવાની હતી તે પણ એક તપાસનો વિષય છે.



