“તેરા તુજકો અર્પણ”
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પીઆઈ એ.બી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી ગુમ થયેલા મોબાઈલ અને નાણાં પરત અપાવવામાં આવ્યા છે.
સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ કે ચોરી થયા અંગેની અનેક અરજીઓ મળી હતી. પોલીસે ઈઊઈંછ પોર્ટલ અને ટેકનિકલ સોર્સની મદદથી કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. 2,13,565/ થાય છે, જે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. એક અરજદારે અન્ય વ્યક્તિને રૂ. 20,000 હાથ ઉછીના આપ્યા હતા, જે સામાવાળી વ્યક્તિ પરત આપતી નહોતી. પોલીસે આ બાબતે અરજીના આધારે સામાવાળા પક્ષને સમજાવટ કરી અરજદારના રૂ. 20,000 પરત અપાવ્યા છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 2,33,565 ની મિલકત અરજદારો અને ફરિયાદીઓને પીઆઈ એ.બી. ગોહિલ તથા પોલીસ સ્ટાફના હસ્તે પરત કરવામાં આવ્યા હતા. પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.



