ખજૂરી હડમતીયા ગામે કૃષિ પકેજ સહાયમાં થયેલી ગંભીર ગેરરીતિ મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
ખજૂરી હડમતીયા ગામે કૃષિ પકેજ સહાયમાં થયેલી ગંભીર ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટ પટેલે એસ.પીને લેખિત રજૂઆત કરી છે.
ભેસાણ તાલુકાના ખજૂરી ’ હડમતીયા ગામે કૃષિ પેકેજ સહાયમાં થયેલી ગંભીર ગેરરીતિ અને ગોટાળાની બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અનેક લાભાર્થીઓના નામે અનિયમિત રીતે સહાય મંજૂર કરવામાં આવી હોવાની ફરિયાદો સામે આવી છે. કેટલીક જગ્યાએ બતાવીને વાસ્તવમાં તેમને લાભાર્થીઓના નામે સહાય સહાય મળેલ નથી, જ્યારે કેટલાક કેસોમાં આધારકાર્ડ તથા અન્ય દસ્તાવેજોના દુરુપયોગની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 18 લાભાર્થીઓના નામે અનિયમિત સહાય દર્શાવવામાં આવી હતી તથા અંદાજે 25 અરજીઓમાં આધારકાર્ડ મેચ ન થતી હોવા છતાં સહાય મંજૂર કરવામાં આવી હોવાની શંકા છે. આ ઉપરાંત કેટલાક મૃત વ્યક્તિઓના નામે પણ સહાય ગંભીર ફરિયાદો સામે આવી દર્શાવવાનો પ્રયાસ થયાની છે. આ સમગ્ર પ્રક્રિયામાં નાણાંના દુરુપયોગની શક્યતા હોવાને સરકારી આ સંદર્ભે માંગ કરવામાં કારણે આ બાબત માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ ગંભીર ગુનાહિત કૃત્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આવી છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવામાં આવે,જો તપાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ અમલદાર, મધ્યસ્થ, લાભાર્થી કે અન્ય દોષિત સાબિત થાય તો તેમના સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક વહીવટી પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.



