ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને ઉઅટ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 13 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી ઈંઙ એડ્રેસ (ઘદયતિયફત ઈંઙ) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષય (જીબષયભિ)ંમાં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે.
લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જઘૠ) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (ઇઉઉજ) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા હતા અને શાળાનું પરિસર ખાલી કરાવાયા હતા.
હાલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે. વેજલપુર ઙઈંએ જણાવ્યા મુજબ, આજે સવારે ઈમેલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકી ભર્યો ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.
- Advertisement -
આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ
ક્ષ ઝેબર સ્કૂલ, થલતેજ
ક્ષ મહારાજા અગ્રસેન સ્કૂલ
ક્ષ ઉઅટ ઈન્ટરનેશલ સ્કૂલ
ક્ષ નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ક્ષ ઝાયડસ સ્કૂલ, વેજલપુર
ક્ષ ઈઇજઊ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
ક્ષ આવિષ્કાર સ્કૂલ, કલોલ
ક્ષ જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ
ક્ષ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ
ક્ષ ઉદગમ સ્કૂલ, થલતેજ
ક્ષ ઉઙજ બોપલ
ક્ષ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ
ક્ષ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ
ક્ષ મહાત્મા ગાંધી, મીઠાખળી
ક્ષ માઉન્ટ કાર્મેલ, આશ્રમ રોડ
ક્ષ જે.જી.ઈન્ટરનેશનલ
ક્ષ સત્વ વિકાસ સ્કૂલ



