ખાસ-ખબર ન્યૂઝ દુબઇ, તા.16
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ઈંઙકની ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેને મંગળવારે અબુ ધાબીમાં ચાલી રહેલા મિની ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (ઊંઊંછ)એ 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગ્રીને પોતાના જ દેશના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટાર્કને 2024માં ઊંઊંછએ જ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બીજા સેટમાં ઓલરાઉન્ડર્સમાં કજૠએ શ્રીલંકાના વાનિન્દુ હસરંગાને બેઝ પ્રાઇસ 2 કરોડમા ખરીદ્યો. વેંકટેશ અય્યને છઈઇએ 7 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા તે કોલકાતા નાઇટ રાઇડર્સ (ઊંઊંછ) સાથે હતો. ગત ઓક્શનમાં 23.75 કરોડ રૂપિયામાં સામેલ થયો હતો.પહેલા સેટમાં કુલ 6 ખેલાડીઓ ઓક્શન પૂલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર 2 જ ખેલાડીઓ વેચાયા. ડેવિડ મિલરને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા. જેક ફ્રેઝર-મેકગર્ક, ડેવોન કોનવે, સરફરાઝ ખાન અને પૃથ્વી શો અનસોલ્ડ રહ્યા છે, તેમના પર કોઈ ટીમે બોલી લગાવી નથી.
ઓક્શન ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી ભારતીય વિકેટકીપર રિષભ પંત છે. તેને ગયા વર્ષે મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે ₹27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 10 ટીમ પાસે મળીને કુલ ₹237.55 કરોડ રૂપિયા છે. સૌથી વધુ રકમ કોલકાતા નાઇટ રાઇડર્સ (ઊંઊંછ) પાસે છે, જ્યારે સૌથી ઓછી રકમ મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં)
પાસે છે.
- Advertisement -
કેમરૂન ગ્રીનને મળશે માત્ર 18 કરોડ રૂપિયા જ
કોલકાતા નાઇટ રાઇડર્સે ભલે કેમેરોન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હોય, પરંતુ ગ્રીનને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે. બાકીના 7.20 કરોડ રૂપિયા ઇઈઈઈંના વેલ્ફેર ફંડમાં જમા કરાવી દેવામાં આવશે. ખરેખર, ઇઈઈઈંએ ગયા વર્ષે જ વિદેશી ખેલાડીઓ માટે મિની ઓક્શનમાં 18 કરોડ રૂપિયાની અપર લિમિટ નક્કી કરી દીધી હતી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી વિદેશી ખેલાડીઓ વધારે માંગનો અયોગ્ય ફાયદો ન ઉઠાવી શકે.



