ધો.12 બોગસ તબીબ પાસેથી 55 હજારનો મુદામાલ કબ્જે કરતી એસઓજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના પડધરીના ખોડાપીપર ગામમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરને ઝડપી લઇ દવા સહીત 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે અગાઉ પણ આ બોગસ ડોક્ટરને પોલીસે પકડી લીધો હતો
રાજકોટ જિલ્લામાં બોગસ ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પારગી, પીએસઆઈ મિશ્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના નેમિષભાઈ મહેતા, અનિરૂધ્ધસિંહ જાડેજા અને વિપુલભાઈ ગોહિલને મળેલી બાતમી આધારે પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી પડધરીના ખોડાપીપર ગામે દરોડો પાડ્યો હતો અહીં એક મકાનમાં પેરકટીસ કરતા શખ્સને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે ભૌમિકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી ઉ.31 હોવાનું જણાવ્યું હતું પ્રેક્ટિસ માટે કોઈ ડિગ્રી ન હોય બોગસ ડોકટરને ઝડપી લીધો હતો તેના વિરૂધ્ધ પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં પોતે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હોય અને એક વાર પકડાયા બાદ આરોપીએ બીજાં ગામમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે અહીંયા છેલ્લા બે વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અગાઉ રાજકોટમાં ડોકટરને ત્યાં નોકરી કરતો હતો જેનો અનુભવ કામે લઈ પોતે જ ડોકટર બની ગયો હતો. તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે પોલીસે દવા સહીત 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.



