મતદાર યાદી સુધારણા કાર્યક્રમની બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ)-2025 કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકજાગૃતિ અને પારદર્શિતા વધારવાનો હતો. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી થયેલી તમામ કામગીરીની વિગતો રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
જઈંછ-2025 દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર યોજાયેલી ઇકઘ અને ઇકઅની પૂર્વ-ડ્રાફ્ટ મીટિંગ્સ, તેમના રોજકામની વિગતો, અજઉછ (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા, પુનરાવર્તિત) મતદારોની યાદીઓ (ઙઉઋ સ્વરૂપે), ફોટોગ્રાફ્સ અને વીડિયો સહિતના તમામ દસ્તાવેજો હવે તીયિક્ષમફિક્ષફલફિ.ક્ષશભ.શક્ષ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લાએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. જઈંછ ઝુંબેશના ગણતરીના તબક્કામાં જિલ્લાએ 100 ટકા કામગીરી પૂર્ણ કરીને રાજ્યમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા ઇકઘથી લઈને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સ્ટાફની સઘન મહેનત અને સમર્પણનું પરિણામ છે, જે મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેયને સાકાર કરવામાં મદદરૂપ થઈ છે.
જિલ્લાના તમામ 1518 બુથો પર ઇકઘ દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ’પ્રી-ડ્રાફ્ટ’ અંગેની બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સિદ્ધિ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી તંત્રની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે. જિલ્લા વહીવટી તંત્રએ સુરેન્દ્રનગરના તમામ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આ પારદર્શક માહિતીનો લાભ લે અને મતદાર યાદી સુધારણાના આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિયપણે સહભાગી થઈને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે.



