સભ્યોના જન બહાર બેંકમાં ખાતા ખોલી સરકારી સહાય મેળવતા હોવાની આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામની “શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ” નામક સંસ્થાન સંચાલકો દ્વારા સભ્યો સાથે છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં નવલગઢ ગામે આવેલી શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટના સંચાલકો દ્વારા અગાઉ કેટલાક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પાસેથી આધારકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ તેઓને સરકારી સહાય રૂપે ખાદીનો વ્યવસાય કરવા માટે ચરખી અને જરૂરી સામગ્રી પૂરું પાડવાની લાલચ આપી હતી જે બાદ આ સંસ્થાના સંચાલકો દ્વારા સભ્યોના જન બહાર બેંકમાં ખાતા ખોલાવી સરકારી સહાય ચાઉં કરતા હોવાની જાણ સભ્યોને થતા બેંક ખાતા બાબતે તપાસ કરી હતી જેમાં તમામ સભ્યોના ખાતામાં સંસ્થાના સંચાલક અને લગતા વળગતાઓન મોબાઇલ નંબર હોવાથી સભ્યોએ બેંક ખાતા સાથે પોતાના નંબર દાખલ કરાવ્યા હતા જેથી આ બેંક ખાતામાં આવતી સરકારી સહાય અને સંચાલકો દ્વારા સહાય ઉઠાવતા હોવાની જાણ થતા આખોય મામલો બહાર આવ્યો હતો જેને લઈ આશરે 180 સભ્યો દ્વારા બેંકમાં પોતાના નામથી ખોલવામાં આવેલ ખાતા બંધ કરવા માટે જાણ કરી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને સંસ્થા દ્વારા સભ્યો સાથે કરવામાં આવેલી છેતરપિંડી અંગે આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
જ્યારે આ અંગે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ભોગ બનેલા સભ્યોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ સભ્યોના જન બહાર બેંક ખાતા ખોલાવી છેતરપિંડીનો મામલો હોવાથી સ્થાનિક પોલીસને સભ્યોના રજૂઆત અંગે કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી.



