ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેકસીનો વારાણસીમાં ગંગા નદીમાં પ્રારંભ થયો છે. નમો ઘાટથી રવિદાસ ઘાટ વચ્ચે સંચાલીત વોટર ટેકસીનો કેન્દ્રીયમંત્રી સર્વાનંદ સોનોવાલે લીલીઝંડી દેખાડીને પ્રારંભ કરાવ્યો છે. 50 સીટની ક્ષમતા ધરાવતી વોટર ટેકસીમાં બે સ્ક્રીન છે. જેમાં ગંગા, કાશીનગરી તથા ઘાટો વિશે માહિતી મળશે. પ્રવાસીઓ માટે ભોજન સહિતનું ભાડુ 500 રૂપિયા નકકી કરાયુ છે. હાઈડ્રોજન ટેકસી 10 કરોડના ખર્ચે તૈયાર છે. હાઈડ્રોજન ફયુલમાં કોઈ ખામીના સંજોગોમાં વિકલ્પ તરીકે ઈલેકટ્રીક એન્જીન પણ લગાવવામાં આવ્યું છે. સવારે 10થી રાત્રે 8 સુધીમાં વોટર ટેકસી દરરોજ સાત ટ્રીપ કરશે તેની સ્પીડ 20થી25 કીમીની હશે.
વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ

Follow US
Find US on Social Medias


