ઇન્દિરા-રાજીવના વિશ્ર્વાસુ હતા: મુંબઈ હુમલાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે 90 વર્ષની વયે નિધન થયું. તેમણે લાતુરમાં સવારે 6.30 વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા. શિવરાજ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. લાતુરમાં તેમના ઘરે દેવઘરમાં તેમની સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર પાટીલના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. શિવરાજના પરિવારમાં તેમના પુત્ર શૈલેષ, પુત્રવધૂ અર્ચના અને બે પૌત્રીઓ છે.
પાટીલ લાતુર લોકસભા બેઠક પરથી 7 વખત સાંસદ રહ્યા હતા. શિવરાજને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્ર્વાસુ માનવામાં આવતા હતા. તેઓ 1980ના દાયકામાં ઇન્દિરા અને રાજીવની સરકારોમાં રક્ષા મંત્રી રહ્યા હતા.
આ ઉપરાંત તેઓ 1991 થી 1996 સુધી લોકસભાના 10મા અધ્યક્ષ રહ્યા. 2004 થી 2008 સુધી કેન્દ્રમાં ગૃહ મંત્રી રહ્યા. જોકે, મુંબઈ હુમલામાં સુરક્ષા ચૂક માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપી દીધું હતું.
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ દરમિયાન તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં આટલા મોટા સંકટ છતાં શિવરાજે એક જ દિવસમાં ઘણી વખત ડ્રેસ બદલ્યા. આ માટે તેમની ટીકા થઈ.



