ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં ચાલી રહેલા સંકટ વચ્ચે સતત કાર્યવાહી થઈ રહી છે. શુક્રવારે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ઉૠઈઅ) એ એરલાઇનની સુરક્ષા અને ઓપરેશનલ નિયમોની દેખરેખ માટે જવાબદાર 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. આ તરફ ઉૠઈઅની ચાર સભ્યોની કમિટી શુક્રવારે પણ ઇન્ડિગોના ઈઊઘ પીટર એલ્બર્સને મળશે. પીટરને ગયા અઠવાડિયે મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવા અંગે પૂછપરછ કરવામાં આવશે.
ભારતમાં લો-કોસ્ટ કેરિયર કોન્સેપ્ટના પ્રણેતા કેપ્ટન ગોપીનાથે કહ્યું છે કે ઇન્ડિગોનું સંકટ કદાચ એટલા માટે વધ્યું કારણ કે એરલાઇન સંચાલકોમાં ઘમંડ અને ઓવર કોન્ફિડન્સ આવી ગયો હતો. તેથી એરલાઇન પરિસ્થિતિ સમજી શકી નહીં.
કેપ્ટન આર. ગોપીનાથ 2003માં એર ડેક્કન લઈને આવ્યા હતા. તેમણે જ ભારતમાં ઓછી કિંમતવાળી એરલાઇન (કઈઈ) મોડેલની શરૂઆત કરી હતી. એર ડેક્કને અઝછ ટર્બોપ્રોપ વિમાનો સાથે ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે, એરલાઇનના ખોટમાં ગયા પછી રોકાણકારોના દબાણ હેઠળ 2008માં તેમને એર ડેક્કનને વિજય માલ્યાને વેચવું પડ્યું. માલ્યાએ તેને કિંગફિશર નામ આપ્યું. ભારતમાં બજેટ હવાઈ યાત્રાના જનક ગોપીનાથે એર ડેક્કનને બરબાદ કરવા માટે ઇન્ડિગોની મૂળ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને દોષિત ઠેરવી છે.
- Advertisement -



