‘જય મા શક્તિ ગ્રુપ’ અને ‘નામલધામ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જય મા શક્તિ ગ્રુપ તથા નામલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન વિક્રમ સંવત 2082 માગશર વદ 10 તા. 14-12-2025 ને રવિવારના રોજ ગોવર્ધન ફાર્મ (ગીરીરાજ પાર્ટી પ્લોટ), જૂનો મોરબી રોડ, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
જેમાં પ્રમુખ વિપુલભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ બળવંતભાઈ ચૌહાણ, જીજ્ઞેશભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ વાઘેલા, જયેશભાઈ જોટાણીયા, ભરતભાઈ ચુડાસમા, નિરવભાઈ વ્યાસ, મુકેશભાઈ ઝાપડા, જયેશભાઈ પરમાર, જનકભાઈ સોલંકી વગેરે સભ્યો તેમજ દાતાઓના સહયોગ તથા સાધુ-સંતોના આશીર્વાદથી આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને આશરે 125થી વધારે વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે.



