શહેરના મુખ્ય માર્ગોનું મોનીટરીંગ કરતાં બાંધકામ ખાતાના બાબુઓ કેમ આંખ આડા કાન કરે છે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
તાલાલા થી સાસણ 15 કિ.મી.નો માર્ગ રૂ.15 કરોડના ખર્ચે બની રહેલ છે.આ નવનિર્મિત માર્ગ પૈકી તાલાલા નગરમાં સરદાર ચોકથી ખાંડ ફેક્ટરી સુધી નો નગરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ સિમેન્ટ થી બની રહ્યો છે.આ માર્ગ નવનિર્મિત બને અને પ્રજાને લોકાર્પણ થાય તે પહેલાં બની રહેલ માર્ગમાં તિરાડો પડી રહી હોય આ વિસ્તારના જાગૃત નાગરિકો અને વેપારી બંધુઓએ બની રહેલ માર્ગનો વિડિયો ઉતારી જાહેર જનતા માટે વાયરલ કરતા નગરના નગરજનો ચોંકી ઉઠ્યા છે.
તાલાલા નગરનો મુખ્ય માર્ગ પાકો સિમેન્ટ થી બનાવવા બે માસથી કામગીરી ચાલે છે.ગીર સોમનાથ જીલ્લા કલેકટરે સાસણ રોડ બંધ કરતું જાહેરનામુ પ્રસિધ્ધ કરી સાસણ જતો માર્ગ પણ બંધ કરી દીધો છે.નવનિર્મિત માર્ગની કામગીરી સારી અને મજબૂત બને માટે છેલ્લા બે માસથી આ વિસ્તારની પ્રજા તથા વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ માર્ગની કામગીરી સંપન્ન થઈ નથી ત્યાં જ નવનિર્મિત માર્ગમાં તિરાડો પડી રહી હોય આ વિસ્તારની પ્રજા હતાશ થઈ ગઈ છે.માર્ગની કામગીરી ગુણવત્તાસભર થાય માટે બાંધકામ ખાતાના બાબુઓ મોનીટરીંગ કરી રહ્યા છે છતાં પણ માર્ગ ઉપર તિરાડો પડી હોય બાંધકામ ખાતાના અધિકારીઓ આંખ આડા કાન કરતાં હોય તેવા આક્ષેપો સાથે લોકો ભારે રોષ વ્યક્ત કરી અવનવી ચર્ચાઓ કરી રહ્યા છે.તાલાલા નગરનો મુખ્ય માર્ગની કામગીરી ગુણવત્તા સભર કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.



