દેશી દારૂ અને ગરમ-ઠંડો આથો મળીને કુલ રૂ. 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત: બે આરોપીઓ ફરાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
મોરબી એલસીબી અને માળિયા પોલીસની ટીમે માળિયા તાલુકાના ખીરઈ ગામે બે અલગ-અલગ સ્થળે રેડ કરીને દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી લીધી છે. આ રેડ દરમિયાન દેશી દારૂ અને હજારો લીટર ગરમ-ઠંડો આથો મળીને કુલ રૂ. 2.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
એલસીબી ટીમે તલાવડી કાંઠેથી રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 4000 લીટર ઠંડો આથો અને 105 લીટર દારૂનો સમાવેશ થાય છે. જ્યારે માળિયા પોલીસે પાણીના સંપ પાછળથી રૂ. 1,02,650/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને રેડ દરમિયાન આરોપીઓ અનવર ઉર્ફે અનુ હસન ભટ્ટી અને યુસુફ ઉર્ફે ભાણો અલ્લારખા સંધવાણી હાજર મળી આવ્યા નહોતા. પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



