‘મેક અમેરિકા સેફ અગેન’ મિશન હેઠળ કાર્યવાહી: ઉઞઈં, ચોરી અને આતંકવાદને સમર્થન મુખ્ય કારણો
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.10
- Advertisement -
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન મામલે અત્યંત કડક વલણ અપનાવીને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 85,000 વિઝા રદ કરી દીધા છે. ઇમિગ્રેશન નિયમોને કડક બનાવવાના અને રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના પ્રયાસોના ભાગરૂૂપે આ પગલું લેવામાં આવ્યું છે.આ નિર્ણયની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી છે, જેના 8,000થી વધુ વિઝા રદ થયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણા છે. અમેરિકાના વિદેશ વિભાગે ’ડ’ પર ‘મેક અમેરિકા સેફ અગેન’ ના નારા સાથે આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. રિપોર્ટ અનુસાર, વિઝા રદ થવા પાછળના મુખ્ય કારણોમાં ઉઞઈં (નશામાં ડ્રાઇવિંગ), હુમલો અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, જેના કારણે અડધા વિઝા રદ થયા છે. અન્ય કારણોમાં વિઝાની અવધિ કરતાં વધુ સમય રોકાવું અને આતંકવાદને સમર્થનનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પ પ્રશાસને 5.5 કરોડ વિદેશી નાગરિકો માટે “નિરંતર તપાસ” (ભજ્ઞક્ષશિંક્ષીજ્ઞીત દયિિંંશક્ષલ) ની નીતિનો પણ વિસ્તાર કર્યો છે, જેનો અર્થ છે કે નવી માહિતી સામે આવતા કોઈપણ સમયે વિઝા રદ થઈ શકે છે.



