જામનગર યુવતીને મળવા ગયા બાદ શખ્સોએ ફરિયાદની ધમકી આપી પૈસા પડાવ્યા
પોલીસે ગુનો નોંધી રાજકોટની યુવતી સહિત પાંચને ઝડપી લઇ પૂછતાછ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં રહેતા વેપારીને હનીટ્રેપમાં ફસાવી મળવા બોલાવી જામનગર પાસે લઈ જઈ મારકુટ કરી ફરીયાદ કરવાની ધમકી આપી 6 લાખ પડાવી લીધાના બનાવમાં જામકંડોરણા પોલીસે વેપારીની ફરિયાદ પરથી યુવતી સહીત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામકંડોરણાના બાંધીયા ગામે રહેતા અને સાડીનો વેપાર કરતા યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ સોશ્યલ મિડિયા મારફતે યુવતીએ મેસેજ કરી વાતો કરી મોબાઈલ નંબર મેળવી ફસાવ્યો હતો બાદમાં તેને જામનગરના ધ્રોલ ગામે આવવાનુ કહી ત્યા મળવા બોલાવ્યો હતો જેથી યુવક તેને મળવા કાર લઈને ગયો હતો જયા યુવતી સાથે કારમાં બેસી ગઈ હતી અને અવાવરૂ સ્થળે કાર ઉભી રખાવી હતી ત્યાં બન્ને વાતો કરતા હતા તે દરમ્યાન અજાણ્યા પાંચ શખસો ધસી આવ્યા હતા અને મારી પીતરાઈ સાથે ખરાબ વર્તન કરે છે કહી મારકુટ કરી હતી અને યુવતીને કારમાં બેસાડી એક શખસ નાસી છૂટ્યો હતો બાદમાં અન્ય ચાર શખસોએ વેપારીને તેની કારમાં જામનગર લઈ ગયા હતા અને ત્યા પોલીસ ફરીયાદ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી અને 10 લાખની માંગ કરી હતી અંતે 5 લાખમાં નકકી થયુ હતુ ત્યાર બાદ વેપારી યુવકે તેના કાકા પાસેથી માલના પૈસાનુ કહી આંગડીયા દ્રારા જામનગર 5 લાખ મંગાવ્યા હતા જે પૈસા આવી જતા અજાણ્યા લોકો પૈસા લઈને નાસી છૂટ્યા હતા વેપારી યુવકની ફરીયાદ પરથી પીઆઈ વાઢીયા સહીતે ગુનો નોધી રાજકોટના બેડી ગામની યુવતી સહીત પાંચને સકંજામાં લઈ તેની આકરી પુછતાછ હાથ ધરી છે.



