હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતે સાઉથ આફ્રિકાને પહેલા ઝ20માં 101 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. મંગળવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી. ભારતે હાર્દિક પંડ્યાની ફિફ્ટીના દમ પર 6 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા. જવાબમાં મહેમાન ટીમ 74 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. આ ઝ20 ઈન્ટરનેશનલમાં સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે. ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
જ્યારે હાર્દિક અને દુબેને એક-એક વિકેટ મળી. બુમરાહે ઝ20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પણ પૂરી કરી લીધી છે.
પંડ્યાની ફિફ્ટી, 100 સિક્સ પણ પૂરી ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 59 રન (28 બોલમાં) બનાવ્યા. તેમણે 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી. એટલું જ નહીં, પંડ્યાએ ઝ20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સ પણ પૂરી કરી લીધી છે. પંડ્યા ઉપરાંત, તિલક વર્માએ 26 અને અક્ષર પટેલે 23 રન બનાવ્યા. અભિષેક શર્માએ 17 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12 રનનું યોગદાન આપ્યું.
બંને ટીમની પ્લેઇંગ-11 ભારત- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
સાઉથ આફ્રિકા- એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરેરા, માર્કો યાનસન, કેશવ મહારાજ, લુથો સિપામેલા, લુન્ગી એનગીડી અને એનરિક નોત્ર્યા.
હાર્દિક ઝ20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100થી વધુ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બન્યો
અનુભવી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ઝ20ઈંમાં શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિકે બેટથી પોતાની પરાક્રમીતા દર્શાવી, અણનમ અડધી સદી ફટકારીને ભારતને દક્ષિણ આફ્રિકા માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે હાર્દિકે ઝ20ઈંમાં 100 છગ્ગા પૂરા કર્યા, રોહિત શર્મા અને વિરાટ કોહલીની બરાબરી કરી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હાર્દિકે 28 બોલમાં અણનમ 59 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે, જેના કારણે ભારત 20 ઓવરમાં છ વિકેટે 175 રન સુધી પહોંચી ગયું. જોકે, દક્ષિણ આફ્રિકા 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેનાથી ભારતને 101 રનનો વિજય મળ્યો. હાર્દિક સિવાય, અન્ય કોઈ ભારતીય બેટ્સમેન નોંધપાત્ર ઇનિંગ રમી શક્યો નહીં. ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બન્યો. હાર્દિક પહેલા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 થી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિતના નામે છે.



