નડેલાએ ઙખ મોદી સાથેની વાતચીતને ‘પ્રેરણાદાયક’ ગણાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અઈં અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થશે: ઈઊઘ સત્ય નડેલાએ ઙખ મોદી સાથે મુલાકાત બાદ જાહેરાત કરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ છતાં માઇક્રોસોફ્ટ ભારતમાં 17.5 અબજ ડોલર (લગભગ ₹1.57 લાખ કરોડ)નું રોકાણ કરવા જઈ રહી છે. આ અમેરિકી ટેક કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. આ ફંડનો ઉપયોગ અઈં, ક્લાઉડ અને ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. કંપનીના ઈઊઘ સત્ય નડેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ મંગળવાર, 9 ડિસેમ્બરે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અઈંના ક્ષેત્રમાં ભારતમાં ઘણી તકો છે. આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્સ અને કેપેસિટી વધારવાની જરૂર છે.
નડેલાએ પોતાના ડ હેન્ડલ પર લખ્યું, ભારતના સપનાને ટેકો આપવા માટે માઇક્રોસોફ્ટ ₹1.57 લાખ કરોડનું રોકાણ કરી રહી છે. આ એશિયામાં અમારું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. આનાથી ભારતમાં અઈં માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે, લાખો લોકોને નવી સ્કિલ્સ શીખવવામાં આવશે અને પોતાનો ડેટા પોતાની પાસે સુરક્ષિત રાખવાની શક્તિ પણ મળશે. ભારતના અઈં-યુક્ત ભવિષ્ય માટે બસ આ જ જોઈતું હતું.
નડેલાની પોસ્ટના જવાબમાં ઙખ મોદીએ લખ્યું, જ્યારે પણ અઈંની વાત આવે છે, ત્યારે આખી દુનિયા ભારત તરફ આશાથી જુએ છે. સત્ય નડેલાજી સાથે સકારાત્મક વાતચીત થઈ. ખુશી થઈ કે માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ભારતમાં જ કરવા જઈ રહી છે. ભારતનો યુવાન આ તકને હાથમાંથી જવા દેશે નહીં. નવી-નવી વસ્તુઓ બનાવશે અને અઈંની તાકાતથી આખી દુનિયાને વધુ સારી બનાવશે.
સ્થાનિક પ્રતિભાને વધુ તક અને નોકરી મળશે
માઇક્રોસોફ્ટ ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી છે. કંપની પાસે અહીં પહેલાથી જ પુણે, મુંબઈ અને ચેન્નઈમાં ડેટા સેન્ટર છે. આ નવા રોકાણથી તેમને વધુ વિસ્તૃત કરવામાં આવશે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ ઇકોનોમી છે, જ્યાં ટેક યુઝર્સની સંખ્યા 100 કરોડથી વધુ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટનું આ પગલું સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપશે અને નોકરીઓનું સર્જન કરશે. આ રોકાણથી ભારતની ૠઉઙને મજબૂતી મળશે. અઈં અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થવાથી સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ અને ગવર્નમેન્ટ સર્વિસિસમાં તેજી આવશે. હેલ્થકેર, એજ્યુકેશન અને એગ્રીકલ્ચરમાં અઈંનો ઉપયોગ વધશે.



