આ ડિફેન્સ સિસ્ટમ ડ્રોન-ફાઇટર જેટના હુમલાઓને નિષ્ફળ બનાવશે
સુદર્શન ચક્ર મિશનનો ભાગ
- Advertisement -
ઓગસ્ટમાં ઈંઅઉઠજનું સફળ પરિક્ષણ થયું: એક સાથે 3 ટાર્ગેટ તોડી પાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત હવે રાજધાની દિલ્હી-ગઈછને મિસાઈલો, ડ્રોન અને ફાઈટર જેટ હુમલા જેવા જોખમોથી બચાવવા માટે પોતાની મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારી રહ્યું છે.
વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ અનુસાર, નવી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (ઈંઅઉઠજ) સંપૂર્ણપણે દેશમાં બનેલા હથિયારોથી તૈયાર થશે. આ સિસ્ટમનો સૌથી મોટો ભાગ ઉછઉઘ દ્વારા બનાવેલી ચછજઅખ મિસાઈલ અને ટજઇંઘછઅઉજ હશે. આની સાથે અનેક પ્રકારના સેન્સર, રડાર અને એક આધુનિક કંટ્રોલ સિસ્ટમ જોડવામાં આવશે, જેથી દરેક ખતરા પર તરત નજર રાખી શકાય. આ આખી સિસ્ટમ ભારતીય વાયુસેના ઓપરેટ કરશે. ઈંઅઉઠજનું 23 ઓગસ્ટે સફળ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે.
ઈંઅઉઠજ એક મલ્ટિલેયર એર ડિફેન્સ સિસ્ટમ છે, જે દુશ્મનના હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવશે. તેને સુદર્શન ચક્ર મિશનનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. આ સ્વોર્મ (એકસાથે છોડવામાં આવેલા ઘણા ડ્રોન) ડ્રોન હુમલા સામે રક્ષણ કવચ બનશે. ઙખ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં સુદર્શન ચક્ર મિશનની જાહેરાત કરી હતી.
ત્યારબાદ 23 ઓગસ્ટે ઓડિશાના દરિયાકાંઠે ઈંઅઉઠજનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા ડ પોસ્ટમાં લખ્યું હતું- આ પરીક્ષણે આપણા દેશની મલ્ટી લેયર એર ડિફેન્સ ક્ષમતા વધારી છે. આ સિસ્ટમ દુશમનના હવાઈ ખતરાઓ સામે પ્રાદેશિક સંરક્ષણને મજબૂતી આપશે. પરીક્ષણ દરમિયાન આ સિસ્ટમે 2 હાઈ સ્પીડ ફિક્સ વિંગ અનમેન્ડ ડ્રોન, મલ્ટી કોપ્ટર ડ્રોન સહિત ત્રણ અલગ-અલગ ટાર્ગેટ પર હુમલો કર્યો. આ ત્રણેય ટાર્ગેટ અલગ-અલગ અંતર અને ઊંચાઈ પર હતા. ઈંઅઉઠજ એ આ ત્રણેયને એકસાથે નિશાન બનાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા.
સિસ્ટમનો કોન્સેપ્ટ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે પહેલા રડાર યુનિટ આવનારા જોખમો પર નજર રાખે છે અને તેમને વર્ગીકૃત કરે છે. આ પછી કમાન્ડ સેન્ટર વધુ ઊંચાઈથી આવતા ઝડપી જોખમો માટે ક્વિક એક્શન સરફેસ ટુ એર મિસાઈલ (ચછજઅખ)ને નિર્દેશ આપે છે.
ઓછી રેન્જવાળા અને ધીમી ગતિથી થતા હુમલા માટે એડવાન્સ્ડ વેરી શોર્ટ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલો (ટજઇંઘછઅઉજ) સક્રિય થાય છે. આની સાથે જ ડ્રોન અને સસ્તા સેચ્યુરેટેડ હુમલાઓ માટે લેઝર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (ઉઊઠ) હુમલો કરે છે.
ઉછઉઘ મિસાઈલ સિસ્ટમને રડાર, ડેટા લિંક અને રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવાની જવાબદારી સંભાળશે. અધિકારીઓના મતે, આટલી જટિલ એર ડિફેન્સ વ્યવસ્થા માટે અનેક સિસ્ટમોને એકસાથે જોડવી જરૂરી છે.



