પશુ ભરેલા વાહન ચાલકો અને ક્લીનર સહિત ચાર વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
ધ્રાંગધ્રા હાઈવે પર વારંવાર પશુઓને કતલખાને લઈ જવાતા શખ્સોને જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી લઇ ફબશહ જીવોને મુક્ત કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત ધ્રાંગધ્રા જીવદયા પ્રેમી દ્વારા એક સાથે ત્રણ વાહનોમાંથી કુલ છ પશુને કતલખાને લઈ જવાતા બચાવ્યા હતા અને આ વાહન ચાલકો તથા ક્લીનર સહિત ચાર શખ્સો વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો પણ નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા ખાતે જીવદયા પ્રેમી જાલાભાઈ બળદેવભાઈ મેવાડા અને તેઓની ટીમ ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર હોય ત્યારે પશુઓને કતલખાને લઈ જતા ત્રણ વાહનો નીકળતા હોવાની બાતમીને આધારે ભાગવતધામ ચોકડી નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન ૠઉં 12 ઈઝ 7594, ૠઉં 10 ઢ 5949 તથા ૠઉં 36 ટ 3801 નંબર વાળી બોલેરો કાર નીકળતા આ ત્રણેય વાહનોને વારાફરતી અટકાવી તપાસતા અંદર ઘાસચારા અને પાણીની સગવડ વગર કુલ છ ભેંસ ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં નજરે પડતા જીવદયા પ્રેમીઓ દ્વારા વાહન કબજે કરી તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કરી સદામભાઈ કરીમબક્ષ જત, સુલતાનભાઈ બસરીયાભાઈ જત, ફરહાનભાઈ અનવરભાઈ પીલુડિયા તથા કાળુભાઈ નાગરભાઈ સુરેલા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કરવી હાથ ધરી હતી.



