બેંક મેનેજર્સ સાથે બેઠક યોજાઈ: પોલીસ ઇન્સ્પેક્ટર, કઈઇ-જઘૠની ટીમો દ્વારા પાંચ દિવસ સુધી વિશેષ ડ્રાઇવ ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સાયબર ગુનેગારોના નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા માટે આજે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉઢજઙ નિકુંજ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બેંક એસોસિયેશન અને મેનેજર્સને સાયબર ફ્રોડ એકાઉન્ટ્સની ઝડપથી માહિતી પૂરી પાડવાની સૂચના અપાઈ હતી.
સાયબર ક્રાઈમ, કઈઇ, જઘૠ અને ટેકનિકલ સેલના ઇન્સ્પેક્ટરોની હાજરીમાં આ વિશેષ ડ્રાઇવની રણનીતિ પર ચર્ચા થઈ હતી. સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 20 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી ઙજઈં, કોમ્પ્યુટર ઓપરેટર અને ડી-સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાયબર પોલીસ સ્ટેશન, કઈઇ અને જઘૠની અલગ ટીમો પણ કાર્યરત રહેશે. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર નાણાં ટ્રાન્સફર કરનારા મ્યુલ એકાઉન્ટ ઓપરેટરો સુધી જ નહીં, પરંતુ આ સમગ્ર નેટવર્કના મુખ્ય “આકાઓ” સુધી પહોંચવાનો છે. આ વિશેષ ડ્રાઇવ આજથી શરૂ થઈને આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.



