300 જેટલા રત્નકલાકારોએ હલ્લાબોલ કરી ખાનગી શાળા સામે વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે રત્નકલાકારોના હલ્લાબોલ મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ બાબરાના કરિયાણા ગામે એક ખાનગી ચાણક્ય સ્કૂલમાં રત્નકલાકારોના 450 કરતા વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કરિયાણા ગામમા માત્ર આ ખાનગી શાળામા સરકાર દ્વારા સહાય અપાય છે. રાજ્ય સરકાર દ્વારા હિરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોના બાળકોને અભ્યાસ માટે સહાય જાહેર કરવામાં આવી હતી. ત્યારે અહીં આ ખાનગી સ્કૂલ દ્વારા રત્નકલાકારોના બાળકોની અભ્યાસ માટેની ફી સહાયમાં ગોલમાલ કર્યાનો આક્ષેપ કરી રત્નકલાકારોએ હલ્લાબોલ મચાવ્યો હતો. 300 જેટલા રત્નકલાકારોએ એકઠા થઇને વિરોધ નોંધાવ્યો હતો. કરિયાણા ગામની ખાનગી શાળાના સંચાલકો 25 લાખ રૂપિયાની ફી સહાયમાં ગોલમાલ કરેલ હોવાનો આક્ષેપ લાગ્યો છે. સરકારે આપેલ સહાય ફી કરતા વધુ ફી વધારી હોવાનો રત્નકલાકારોએ આક્ષેપ પણ કર્યો હતો. અને શાળા તરફથી કોઇને ફી ની પાકી પહોંચ આપવામાં આવી નથી. માત્ર ને માત્ર કાચા કાગળ પર રકમો જમા કરી કાપલી આપતા હોવાનું વાલીઓએ કહ્યું હતું. ત્યારે રત્નકલાકારોની માત્ર એક જ માંગ છે કે ફી ની વસૂલાત ઉપરની રકમ પરત આપવા અથવા આવતા વર્ષની ફીમાં જમા કરવા માંગ કરી છે. અમરેલી જિલ્લામાં અનેક ખાનગી શાળાઓમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે તેમ છે. આ બાબતે ડાયમંડ એસોસિયેશન અમરેલી જિલ્લા પ્રમુખ લલિતભાઈ ઠુમ્મર દ્વારા જણાવેલ કે, રાજ્ય સરકાર દ્વારા હિરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોના બાળકોની અભ્યાસ માટેની ફી સહાય જાહેર કરી હતી. જેમા રૂ. 6 હજાર થી રૂ. 13,500 ફી માફી કરવામાં આવી હતી. ત્યારે કરિયાણા ગામે એક ખાનગી શાળામાં 450 કરતા વધુ રત્નકલાકારોના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં જે બાળકોની ફી ભરવામાં આવી છે તે ફી ની ઉપરની રકમ પરત વાલીઓને આપવી જોઈએ અથવા આગળના વર્ષના સત્ર માટે જમા લેવી જોઈએ. અમરેલી જિલ્લાના અનેક ખાનગી શાળાઓમાં વાલીઓએ ફી ભરી હતી અને ઉપરના પૈસા છે તે વાલીઓને પરત આપ્યા છે. અહીં ખાનગી ચાણક્ય સ્કૂલ દ્વારા એકપણ ફી પરત આપવાની વાલીઓને ન પાડી દેવામાં આવી છે. અને સ્કૂલ દ્વારા ફી ની પહોંચ જે કાચા કાગળ પર કોઈ સંસ્થાનું નામ કે એફઆરસી નંબર નહીં નહી માત્ર કાચી કાપલી આપી રત્નકલાકારોને આપવામાં આવી છે. આ બાબતે કરિયાણા ગામના રત્ન કલાકારો મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ કલેકટર અને જિલ્લા ઉધોગ કેન્દ્રને રજૂઆત કરી તટસ્થ તપાસ કરી રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી સાત દિવસ અંદર યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.



