મતદારોની ચકાસણી કુલ 88820 મતદારો મૃત, 6470 સ્થળ પર મળી ન આવ્યા, કુલ 1,71,876 મતદારો કાયમી સ્થળાંતરિત
રાજ્યમાં જઈંછની કામગીરી તારીખ 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી: 16 ડિસેમ્બરે મતદારયાદીનો પ્રાથમિક મુસદ્દો પ્રસિદ્ધ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં 20.46 લાખ મતદારોનું મેપિંગ પૂર્ણ થયું છે. જઈંછની કામગીરી દરમિયાન મતદારોની ચકાસણી દરમિયાન કુલ 88,820 મતદાર મૃત જાહેર થયા છે. જ્યારે 64,710 મતદાર સ્થળ પર મળી આવ્યા નથી. કુલ 1,71,876 મતદાર કાયમી સ્થળાંતરિત થયેલા છે. જ્યારે 10,371 મતદારના નામ મતદારયાદીમાં બેવડાયેલા જાહેર થયા છે ઉપરાંત 9,160 મતદાર દ્વારા વિગતો જાહેર કરવામાં આવી ન હોવાથી કુલ 3,44,937 મતદાર ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત થયાનું સામે આવતા આવા તમામ મતદારોની યાદી જાહેર કરવામાં આવી છે અને આ તમામ એએસડી એટલે કે, એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ કેટેગરીમાં હોય તેની ચકાસણી બાદ નવી મતદારયાદીમાંથી રદ થશે.
રાજ્યમાં જઈંછની કામગીરી તારીખ 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા મતવિસ્તારના બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા તા.4-11-2025થી ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મનું વિતરણ તેમજ ભરેલા ફોર્મનું સંકલન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં 2256 મતદાન મથકના બી.એલ.ઓ. તેમજ બી.એલ.એ. દ્વારા કુલ 23,91,027 મતદારની ઘરે-ઘરે ચકાસણી કરી બીએલઓ એપમાં ડિજિટાઈઝેશન કરાયું છે.
મહત્ત્વનું છે કે, જિલ્લામાં મતદારોની ચકાસણી દરમિયાન કુલ 88,820 મતદાર મૃત જાહેર થયેલ છે.
જ્યારે 64,710 મતદાર સ્થળ પર મળી આવ્યા નથી. કુલ 1,71,876 મતદાર કાયમી સ્થળાંતરિત થયેલા હોવાનું, જ્યારે 10,371 મતદારના નામ મતદારયાદીમાં બેવડાયેલા મળ્યા છે. આ ઉપરાંત 9,160 મતદાર દ્વારા વિગતો જાહેર કરવામાં આવી ન હોય કુલ 3,44,973 મતદાર ગેરહાજર, સ્થળાંતરિત અથવા મૃત હોવાનું સામે આવ્યું છે. આવા અજઉ એટલે કે, એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ મતદારોની યાદી ફિષસજ્ઞિ.ંક્ષશભ.શક્ષ તથા ફિષસજ્ઞિ.ંલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉપરાંત આવા મતદારોની યાદી બી.એલ.ઓ. પાસે પણ ઉપલબ્ધ હોય ચકાસણી કરવા અનુરોધ કરાયો છે.



