ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ
એસપી પ્રેમસુખ ડેલુ આવતીકાલે પ્રથમ તપાસ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં તપાસ વેગવંતી થઇ છે આ કેસમાં શકમંદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત ઋજકમાં શરૂ થઈ ચૂકી છે આગામી તારીખ 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
માર્ચ મહિનામાં ગોંડલમાં પિતા-પુત્રના ઝઘડા બાદ યુપીએસસીની તૈયારી કરતા યુવક રાજકુમાર જાટને ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલામાં લઇ જઈ પિતા-પુત્ર સાથે મારકૂટ કર્યાનો પિતાએ આક્ષેપ કર્યા બાદ યુવક ઘર છોડી નાસી છૂટ્યો હતો જેનો મૃતદેહ રાજકોટના તરઘડીયા પાસેથી મળી આવ્યો હતો ઓળખ થયા બાદ પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને સીબીઆઈ તપાસની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં પ્રારંભે જ તપાસ અધૂરી થઇ હોવાનું ધ્યાને આવતા આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુંને સોંપવામાં આવી હતી અને આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ દર્શાવી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી કોર્ટના હુકમ બાદ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ ચાલી રહી છે જે હજુ એક-બે દિવસ ચાલુ રહેશે. ત્યારબાદ 11મી ડિસેમ્બરે મુખ્ય ટેસ્ટ કરાશે બીજી તરફ, આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે આગામી દિવસો મહત્ત્વના છે જઈંઝ આગામી 10મી ડિસેમ્બરના રોજ કેસની તપાસનો પ્રથમ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે.



