1980-81ની મતદાર યાદીમાં ખોટી રીતે નામ ઉમેરવાનો આરોપ: 6 જાન્યુઆરી સુધીમાં દિલ્હી કોર્ટે જવાબ માંગ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે. આ નોટિસ તે અરજી પર આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધીનું નામ 1980-81ની મતદાર યાદીમાં ખોટી રીતે ઉમેરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, અરજીમાં મેજિસ્ટ્રેટના તે નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે આ મામલે રાજ્ય સરકારને પણ નોટિસ પાઠવી છે અને સમગ્ર કેસનો રેકોર્ડ (ઝઈછ) મંગાવ્યો છે. આગળની સુનાવણી 6 જાન્યુઆરીએ થશે. આ દરમિયાન સોનિયા અને રાજ્ય સરકારને નોટિસનો જવાબ આપવો પડશે.
આ અરજી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી વિશેષ ન્યાયાધીશ (પીસી એક્ટ) વિશાલ ગોગનેએ કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીનું નામ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રની 1980ની મતદાર યાદીમાં હતું, જ્યારે તેઓ એપ્રિલ 1983માં ભારતના નાગરિક બન્યા હતા.
આ પહેલા રાઉઝ એવન્યુ કોર્ટના અઈખખ વૈભવ ચૌરસિયાએ 11 સપ્ટેમ્બરે અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી સંબંધિત બંધારણીય અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, અન્યથા બંધારણના અનુચ્છેદ 329નું ઉલ્લંઘન થશે.
13 ઓગસ્ટના રોજ ભાજપે પણ બે મતદાર યાદીમાં નામ હોવાનો દાવો કર્યો હતો
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ 13 ઓગસ્ટે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીનું નામ ભારતની મતદાર યાદીમાં બે વાર ત્યારે સામેલ થયું હતું, જ્યારે તેઓ ભારતીય નાગરિક પણ નહોતા. માલવીયાએ ડ પર લખ્યું, ‘આ આખો મામલો ચૂંટણી કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનનું ઉદાહરણ છે. કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધી પણ એવા મતદારોને માન્ય કરવાના પક્ષમાં રહે છે, જેઓ અયોગ્ય કે ગેરકાયદેસર છે અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) નો વિરોધ કરે છે.’



