જામનગરમાં દારૂ સપ્લાય કરવાનો પ્લાન હતો: વૉન્ટેડ અનિલ પંડ્યાનું કારસ્તાન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
રાજ્યમાં આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે સામે પક્ષે પોલીસ પણ સતર્ક બની છે. અમદાવાદ ગ્રામ્ય કઈઇએ બાતમીના આધારે વટામણ-બગોદરા હાઈવે પર વોચ ગોઠવીને રાજસ્થાનથી જામનગર જઈ રહેલા એક કેમિકલના ટેન્કરમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ના વોન્ટેડ આરોપીનું નામ સામે આવ્યું છે. 31 ડિસેમ્બરને અનુલક્ષીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ એલર્ટ મોડ પર હતી અને જિલ્લામાંથી પસાર થતા અલગ-અલગ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન, કઈઇ ટીમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટેન્કર પસાર થવાનું છે. જેના આધારે પોલીસે વટામણ-બગોદરા હાઈવે પર રાયપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું ટેન્કર આવતા પોલીસે તેને રોકી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને ટેન્કરની તલાસી લીધી હતી.
પોલીસે ટેન્કરના ડ્રાઈવર મુલારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ફતેહપુર સિકરીના કુખ્યાત બુટલેગર અનિલ પંડ્યાએ મોકલ્યો હતો. અનિલ પંડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ના ગુનામાં વોન્ટેડ છે અને તેની પર ઈનામ પણ જાહેર થયેલું છે.
નિષ્ફળ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂ ભરેલું ટેન્કર જામનગર પહોંચાડવાનું હતું, જ્યાં કોઈ સ્થાનિક બુટલેગર તેની ડિલિવરી લેવાનો હતો. જોકે, દારૂ 31તિં ડિસેમ્બરની પાર્ટીઓમાં વપરાય તે પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાતભર ચાલી ગણતરી
15 હજારથી વધુ બોટલો મળી ટેન્કરની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાં ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભર્યો હતો. પોલીસે રાતથી દારૂ બહાર કાઢવાનું શરૂ કર્યું હતું જે કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. ગણતરીના અંતે ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 15,552 ( અંદાજિત કિંમત રૂ. 2.02 કરોડ) બોટલો મળી આવી હતી, ટેન્કર સહિત કુલ રૂ.2.27 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.



