ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહેલા મોહમ્મદ શમી જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. શમીએ ગત ત્રણ T20 મેચમાં 11 વિકેટ ઝડપી છે. સર્વિસેજ અને પુડુચેરી પછી શમીએ હરિયાણા સામે શમીએ જાદૂઈ બોલિંગ કરવાના કારણે બેટર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શમી તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો.
મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ
- Advertisement -
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં બંગાળ અને હરિયાણા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, નવા બોલ સાથે શમીનો પ્રભાવ એટલો સારો રહ્યો ન હતો. તેણે બે ઓવરમાં 20 રન આપ્યા હતા. આ પછી, શમી ડેથ ઓવરમાં પાછો ફર્યો, જ્યાં તેણે બે ઓવરમાં 10 રન આપીને ચાર બેટરને આઉટ કર્યા હતા.
જ્યારે 18મી ઓવરમાં શમીએ સુમિત કુમાર અને આશિષ સિવાચને અને છેલ્લી ઓવરમાં યશવર્ધન દલાલ અને અર્પિત રાણાને આઉટ કર્યા હતા. આનાથી હરિયાણા 20 ઓવરમાં 191 રન બનાવી શક્યું હતું. જોકે, બંગાળ ટાર્ગેટ પૂરો ન કરતાં 24 રનથી મેચ હારી ગયું હતું.
મોહમ્મદ શમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું. શમીએ 7 મેચમાં 14.93ની સરેરાશથી 16 વિકેટ પોતાના નામે કરી છે. શમી આ વખતે IPL 2026માં મજબૂત પ્રદર્શન કરીને પોતાને સાબિત કરવા માગે છે. તે આગામી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે, જ્યાં તેની ડેથ બોલિંગ ટીમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. શમી છેલ્લે ટીમ ઈન્ડિયા માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમ્યો હતો.




