જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે. મૌનની ભાષા માત્ર વિશ્વમાં જ નહીં પરંતુ આખા બ્રહ્માંડમાં પહોંચે છે, સંભળાય છે અને સમજાય છે. સો કે બસ્સો માણસોની ભીડમાં તમે બેઠા હોવ ત્યારે તમને ક્યારેક એવું લાગ્યું છે ખરું કે તમે એકલા છો? આવી લાગણી થવી તે તમારો ભીતરનો પોકાર છે. અવાજમાં રહસ્ય છૂપાયેલું નથી, મૌનમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ સાધના કરવા માટે વનમાં જતા હતા. આપણા શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે વનમાં જવાથી જ તપ, ઉપાસના કે સાધના થઈ શકે. વનનો સંબંધ મન સાથે નથી પરંતુ મૌન સાથે છે, કારણ કે વનમાં એકાંત હોય છે અને વાતચીત કરવા માટે ત્યાં કોઈ હોતું નથી, માટે વનમાં મૌન સહજ સાધ્ય બની જાય છે. ઉપનિષદમાં સાચું જ કહ્યું છે કે વાણી ત્યાંથી કંઈ જ પ્રાપ્ત કર્યા વગર પાછી ફરે અને મન કશું જ લીધા વગર પાછું વળે તેમ છતાં જો તમે આનંદ અનુભવી શકો તો તે બ્રહ્મના સાક્ષાત્કારનો આનંદ હોય છે.
જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Follow US
Find US on Social Medias


