સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે 6 દિવસીય આયોજન: નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાયો હતો. 1000થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો એથલેટીક્સ અને ચેસ સહિતની અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લારમત વિકાસ કચેરી દ્વારા જિલ્લાના શારીરિક, માનસીક ક્ષતિ, શ્રવણ ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે તા.29 નવેમ્બર 4 ડિસેમ્બર સુધી દિવ્યાંગ ખેલમહાકુંભનુ આયોજન કરાયુ હતુ. જેમાં પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજખાતે ભાઇઓ બહેનોની ચેસ રમાઇ.
બીજા દિવસે એમ.પી.શાહ કોલેજના મેદાનમાં દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં એથલેટીક્સ રમત રમાઇ હતી. જ્યારે તા.2-12-25ના રોજ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિત ભાઇઓ બહેનોની રમત રમાઇ હતી. જ્યારે તા.4-12-25ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ યોજાઇ. આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુઓએ 450થી વધુ દિવ્યાંગોએ ટ્રાયસીકલરેસ, વ્હિલચેર રેસ, દોડ, લાંબીકુદ, ઉંચી કુદ, ચકરફેંક, ભાલાફેંક તથા 450 માનસીકક્ષતી ધરાવતા અને 100 શ્રવણક્ષતી ધરાવતા રમતવીરોએ દોડ, વોક, લાંમ્બીકુદ, સોફ્ટબોલ થ્રો, બોચી, ગોળાફેંક, સાયકલીંગ રમતમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ આયોજન સફળ બનાવવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ તથા આશીર્વાદ વિકલાંક ટ્રસ્ટ સાયલા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત ટીમે પ્રયાસ કર્યા હતા.
ખેલમહાકુંભમાં યોજાયેલી રમતો
પ્રથમ દિવસે ભાઈઓ-બહેનોની ચેસ, બીજા દિવસે એથલેટીક્સ રમત, તા.2 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિતની રમતો, તા.4ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી.



