ક્લસ્ટરની તમામ શાળાઓએ ભાગ લીધો; પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપી સન્માનિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગઢડા તાલુકાના ઉગામેડી કેવ શાળા ખાતે ઉગામેડી ક્લસ્ટર કક્ષાનો ભવ્ય કલા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં ક્લસ્ટરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓની વિગતો આ મુજબ છે:
ચિત્ર સ્પર્ધા: જસ્મિતા મકવાણા (શિયાનગર પ્રા. શાળા)
કાવ્ય સ્પર્ધા: ભૂમિ પાડલિયા
ગાયન સ્પર્ધા: ઉર્મિલા સાથળીયા
વાદન સ્પર્ધા: વિરાટ રાઘવાણી
કલા મહોત્સવમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉગામેડી ક્લસ્ટર કો. ઓર્ડીનેટર હરેશભાઈ અબિયાણી અને ઉગામેડી કેવ શાળાના આચાર્ય રેખાબેન પટેલ સહિત સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.



