ઓલ ટાઈમ લૉ
વિદેશી રોકાણકારો સતત પૈસા ઉપાડી રહ્યા છે: ડોલરની મજબૂતીથી દબાણ વધ્યું
- Advertisement -
2025માં અત્યારસુધી રૂપિયો 5.16% નબળો પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રૂપિયો આજે એટલે કે 3 ડિસેમ્બરે ડોલર સામે અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઙઝઈં મુજબ, આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટીને 90.05ના સ્તરે ખૂલ્યો. આ પહેલાં મંગળવારે એ 89.96 રૂપિયા પર બંધ થયો હતો. ઘરેલું શેરબજારોમાં ઘટાડો અને સતત વિદેશી ફંડ્સની ઉપાડથી રૂપિયા પર દબાણ આવ્યું છે.
ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે ઇતિહાસનો સૌથી મોટો ઘટાડાનો દિવસ લઈને આવ્યો. રૂપિયો પ્રથમ વખત ₹90/ની નીચે ગગડ્યો અને બજાર ખુલતાની સાથે જ રેકોર્ડ નબળાઈ નોંધાવી. તે 89.87 પ્રતિ ડોલરના અગાઉના બંધ સામે 89.97 પર ખુલ્યો, પરંતુ થોડી જ વારમાં ગગડીને ₹90.14/ના ઓલ-ટાઇમ નીચલા સ્તરે પહોંચી ગયો. વિદેશી માંગ, ડોલરની મજબૂતાઈ અને વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાઓએ રૂપિયા પર ભારે દબાણ બનાવ્યું છે. રૂપિયો 2025માં અત્યારસુધી 5.17% નબળો પડી ચૂક્યો છે. 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલર સામે 85.70ના સ્તરે હતો, જે હવે 90.05 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે. આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે. ધારો કે જ્યારે ડોલર સામે રૂપિયાની કિંમત 50 હતી ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને 50 રૂપિયામાં 1 ડોલર મળતો હતો. હવે 1 ડોલર માટે વિદ્યાર્થીઓને 90.05 રૂપિયા ખર્ચ કરવા પડશે. આનાથી વિદ્યાર્થીઓ માટે ફીથી લઈને રહેવા-જમવા અને અન્ય વસ્તુઓ મોંઘી થઈ જશે.
રૂપિયા પર ડોલરનું દબાણ કેમ વધ્યું? તેના કારણો જોઈએ તો, આયાતકારો તરફથી ડોલરની ભારે માગે પણ રૂપિયાને નીચે ધકેલ્યો. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (ઋઙઈંત) હાઇ વેલ્યુએશનને કારણે કંપનીઓના સ્ટેક્સ વેચી રહ્યા છે, જેનાથી આઉટફ્લો થઈ રહ્યો છે. ઓઇલ બાઇંગ, ગોલ્ડ બાઇંગ અને કોર્પોરેટ્સ તથા કેન્દ્ર સરકાર તરફથી રી-પેમેન્ટ્સએ પણ દબાણ વધાર્યું. ટ્રેડ ટેન્શન્સને કારણે યુએસ સાથેની વાટાઘાટોમાં અવરોધો આવી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ટેરિફ લાદવાથી વાતચીત મુશ્કેલ બની છે. રૂપિયામાં સતત ઘટાડાની ઘરેલુ ઇક્વિટી માર્કેટ્સ પર પણ નકારાત્મક અસર પડી. ગઈકાલે એટલે કે 2 ડિસેમ્બરે સેન્સેક્સ 503 અંક ઘટીને 85,138 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 143 અંકનો ઘટાડો રહ્યો, એ 26,032 પર બંધ થયો.
- Advertisement -
સામાન્ય રીતે જ્યારે રૂપિયો અચાનક નબળો પડે છે, ત્યારે છઇઈં ડોલર વેચીને દબાણ ઘટાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ 90/નું સ્તર તૂટવું એ દર્શાવે છે કે બજારની માંગ ખૂબ જ વધારે છે અને કેન્દ્રીય બેંકની દખલગીરીની અસર મર્યાદિત રહી છે.



