કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક રાગિણી નાયકે X પર એક AI-જનરેટેડ વિડિયો પોસ્ટ કર્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને ચશ્મા સાથે ચાલતા જોવા મળે છે.
કોંગ્રેસે પીએમ મોદીનો એક AI વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના X હેન્ડલ પરથી ‘હવે આ કોણે કર્યું, ભાઈ’ (અબ ઈ કૌન કિયા બે)ના કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં PM મોદીને એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને કપ સાથે બતાવવામાં આવ્યા છે, જે તેમના ભૂતકાળના ‘ચાયવાલા’ની ઓળખનો સંદર્ભ આપે છે. આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે અને વડાપ્રધાનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.
- Advertisement -
કોંગ્રેસની વિકૃત માનસિકતા: સીઆર કેસવન
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને આ મામલે કોંગ્રેસ પર આકરો પલટવાર કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે કોંગ્રેસનું આ શરમજનક કૃત્ય તેમના નેતૃત્વની વિકૃત માનસિકતા દર્શાવે છે. કેસવને આ વીડિયોને 140 કરોડ મહેનતુ ભારતીયોનું ગંભીર અપમાન ગણાવ્યો અને કહ્યું કે આ કોંગ્રેસ દ્વારા ઓબીસી સમુદાય પરનો સીધો હુમલો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધી એ હકીકતથી નફરત કરે છે કે ભારતીય જનતા સતત સમર્પણ અને સખત મહેનત દ્વારા આગળ વધેલા PM મોદીને પસંદ કરે છે અને ચૂંટે છે, જ્યારે જનતાએ અહંકારી અને વિશેષાધિકાર પ્રાપ્ત રાહુલ ગાંધીને વારંવાર નકાર્યા છે.
અગાઉ પણ PM અને માતાનો AI વીડિયો બન્યો હતો
- Advertisement -
કોંગ્રેસ દ્વારા પીએમનો AI વીડિયો શેર કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં, 12 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસે X પર PM મોદી અને તેમના માતાનો AI વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં PMના સપનામાં તેમના માતા આવીને કહે છે કે ‘રાજનીતિ માટે કેટલા નીચે ઉતરશો?’




