રાજકોટ શહેરમાં મહિલા સુરક્ષા અને કાનૂની જાગૃતિને મજબૂત બનાવવા આજે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન યોજાયું હતું જેમાં પો.કમી. િબ્રિજેશકુમાર ઝા, અધિક પો.કમી. મહેન્દ્ર બગડીયા, નાયબ પો.કમિ. ક્રાઈમ જગદીશ બાંગરવા તથા મહિલા સેલ આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર એસ.એન. રાઠોડની સૂચનાથી શી ટીમ ઇન્ચાર્જ કોકિલાબેન સોલંકીએ રેલીમાં ભાગ લેનાર મહિલાઓની મુલાકાત લીધી અને તેમને સુરક્ષા, કાયદાકીય અધિકાર તથા તાત્કાલિક સેવાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી. મહિલાઓને 112 ઇમરજન્સી સેવા, 181 મહિલા હેલ્પલાઇન, સાયબર ક્રાઈમની જાણ, ટ્રાફિક અવરનેસ તેમજ રોમિયોગીરી અથવા છેડતી થાય તો તરત જ પોલીસની મદદ લેવાની અપીલ કરવામાં આવી. શી ટીમ દ્વારા તકેદારીપૂર્વક અને ઝડપી મદદ મળશે તેની ખાતરી પણ અપાઈ હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓમાં જાગૃતતા, આત્મવિશ્વાસ અને સુરક્ષા અંગે સશક્તિકરણ વધારવાનો છે.
મહિલા સુરક્ષા અંગે શી ટીમ દ્વારા જાગૃતિ રેલી યોજાઇ

You Might Also Like
Follow US
Find US on Social Medias


