દરેક મોબાઈલમાં સંચાર સાથી ઍપ્પ પ્રી-ઇન્સ્ટોલ કરવા સરકારના આદેશનો વિરોધ
સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: પ્રિયંકા ગાંધી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સાયબર ફ્રોડ, નકલી ઈંખઊઈં નંબર અને ફોનની ચોરીને રોકવા માટે દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યોરિટી ઍપ્પ ‘સંચાર સાથી’ પ્રી-ઇન્સ્ટોલ કરવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેલિકમ્યુનિકેશન વિભાગના આ આદેશ પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. મંગળવારે સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ આ ઍપ્પને સીધી રીતે ‘જાસૂસી ઍપ્પ’ ગણાવી હતી. તેમજ પ્રિયંકા ગાંધીએ આ આદેશને નાગરિકોના ‘પ્રાઈવસીના અધિકાર’નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘દરેક વ્યક્તિને પોતાના પરિવાર અને મિત્રો સાથે કોઈપણ ડર વિના મેસેજ કે વાતચીત કરવાનો અધિકાર છે અને સરકારે દરેક વાત પર નજર રાખવી ન જોઈએ. સરકાર આ દેશને દરેક સ્વરૂપમાં તાનાશાહીમાં બદલવા માંગે છે. વિપક્ષને દોષ આપવો સરળ છે, પરંતુ સ્વસ્થ લોકશાહીમાં ચર્ચા થવી જરૂરી છે.’ વિપક્ષના ભારે વિરોધ બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી કે આ એપ્લિકેશન ફોનમાં રાખવી જરૂરી નથી. યુઝર્સ તેને ડિલીટ પણ કરી શકશે. સિંધિયાએ કહ્યું, “આ ઍપ્પના આધારે કોઈ જાસૂસી કે કોલ મોનિટરિંગ નથી થવાનું. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવ રાખી શકો. જો તમે ન ઇચ્છો તો તેને એક્ટિવ ના કરશો. જો તમે તેને તમારા ફોનમાં રાખવા માંગતા હોવ તો રાખો. જો તમે તેને કાઢી નાખવા માંગતા હોવ તો કાઢી નાખો, તેમાં કોઈ સમસ્યા નથી.” આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં દરેકને ખબર નથી કે આ એપ્લિકેશન ચોરી અને છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે છે. આ એપ્લિકેશન દરેકને ઉપલબ્ધ કરાવવાની અમારી જવાબદારી છે.’
આ ઍપ્પથી 22.76 લાખ ડિવાઇસ ટ્રેસ થઈ ચૂક્યા છે: ટેલિકોમ્યૂનિકેશન વિભાગ
- Advertisement -
ભારતમાં 1.2 અબજથી વધુ મોબાઈલ યુઝર્સ છે, જે વિશ્ર્વનું સૌથી મોટું માર્કેટ છે, પરંતુ નકલી કે ડુપ્લિકેટ ઈંખઊઈં નંબરને કારણે સાયબર ક્રાઈમ વધી રહ્યો છે. ઈંખઊઈં એક 15 ડિજિટનો યુનિક કોડ હોય છે, જે ફોનની ઓળખ કરે છે. ગુનેગારો તેને ક્લોન કરીને ચોરાયેલા ફોનને ટ્રેક થવાથી બચાવે છે, સ્કેમ કરે છે અથવા બ્લેક માર્કેટમાં વેચે છે. સરકારનું કહેવું છે કે, આ ઍપ્પ પોલીસને ડિવાઇસ ટ્રેસ કરવામાં મદદ કરશે. સપ્ટેમ્બરમાં ઉજ્ઞઝ (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન)એ જણાવ્યું હતું કે, 22.76 લાખ ડિવાઇસ ટ્રેસ થઈ ચૂક્યા છે.
સંચાર સાથી ઍપ્પ શું છે?
સંચાર સાથી ઍપ્પ એક સાયબર સિક્યુરિટી ટૂલ છે. આ ઍપ્પની શરૂઆત 2023માં એક વેબ પોર્ટલ તરીકે થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમના મોબાઇલ નંબર અને ડિવાઇસ સાથે સંબંધિત સુરક્ષા પૂરી પાડવાનો હતો. પાછળથી, તેને વધુ ઉપયોગી બનાવીને જાન્યુઆરી 2025માં મોબાઇલ ઍપ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ ઍપ્પ અક્ષમજ્ઞિશમ અને શઘજ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તે સંપૂર્ણપણે મફત છે. આ ઍપ્પ સીધી રીતે સરકારની ટેલિકોમ સુરક્ષા પ્રણાલી (ઈઊઈંછ) સાથે જોડાયેલી છે. ઈઊઈંછ (ઈયક્ષિફિંહ ઊિીશાળયક્ષિં ઈંમયક્ષશિિુંં છયલશતયિિં) એ કેન્દ્રીય ડેટાબેઝ છે, જ્યાં દેશના દરેક મોબાઇલ ફોનનો ઈંખઊઈં નંબર નોંધાયેલો હોય છે. આ ઍપ્પ ફોનની સુરક્ષા, ઓળખની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટેનું એક સરળ અને ઉપયોગી ટૂલ છે.



