ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાભડા ગામે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ફિલ્ડ વિઝીટ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા કિસાન ગોષ્ઠી યોજવામાં આવી હતી. આ કિસાન ગોષ્ઠીમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો વિશે વિગતવાર માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રાકૃતિક કૃષિની મહત્વ અને ફાયદાઓ વિશે પણ ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. આ તકે આત્મા પ્રોજેક્ટ અમરેલીના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપભાઈ ચાવડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક નિલેશભાઈ કાછડીયા, રાજુલા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર દિનેશભાઇ સાવલીયા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શિવરાજભાઈ ધાખડા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.



