નવેમ્બરમાં કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમાં સોનું 5.5% અને ચાંદીમાં 21.71% થી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. વાર્ષિક ધોરણે, સોનું 65% અને ચાંદી 100% થી વધુ છે, જે નબળા યુએસ ડૉલર અને પુરવઠાના અવરોધોને કારણે છે. વિશ્લેષકો ચાંદીમાં રોકાણ સાથે સ્થિરતા અને સાવચેતી માટે સોનાની ભલામણ કરે છે.
આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ચાંદીની કિંમત ₹3500થી વધુ ઉછળીને નવા લાઇફ ટાઇમ હાઇ લેવલ(₹1,78,489 પ્રતિ કિલો) પર પહોંચી ગઈ. ચાંદી તેના અગાઉના બંધ ભાવ ₹1,74,981ની સરખામણીએ ₹1,76,452 પર ખૂલી હતી અને માત્ર 15 મિનિટમાં ₹3508નો વધારો થયો.
- Advertisement -
સોનાના ભાવમાં ₹1200થી વધુનો વધારો
આની સાથે, સોનાના ભાવમાં પણ ₹1200થી વધુનો વધારો થયો. સોનાનો ભાવ ₹1,29,504 પર બંધ થયા બાદ સોમવારે ખુલતાંની સાથે જ ₹1,30,794 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો, એટલે કે એક ઝાટકે સોનું ₹1290 મોંઘું થયું. જોકે, આ ઉછાળા છતાં સોનું હજી પણ તેના લાઇફ ટાઇમ હાઇ લેવલ(₹1,34,024 પ્રતિ 10 ગ્રામ)થી લગભગ ₹4000 સસ્તું મળી રહ્યું છે.
ચાંદીનો ભાવ: ₹1,64,359 પ્રતિ કિલો
- Advertisement -
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA)ના શુક્રવારના ભાવ પ્રમાણે, 24 કેરેટ સોનું ₹1,26,591 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી ₹1,64,359 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. નોંધનીય છે કે આ IBJAના દરોમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેરવાથી ગ્રાહક માટે જ્વેલરીની અંતિમ કિંમત વધે છે.




