‘સૂતેલા’ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આજે એક અનોખું પ્રદર્શન
સફાઈ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા, સફાઈ શરૂ કરે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના આમ્રપાલી પાસે અન્ડરબ્રિજની ખરાબ હાલત અને મહાપાલિકાના ’સૂતેલા’ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આજે એક અનોખું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો પાવડા અને તગારા જેવા સફાઈના સાધનો લઈને અન્ડરબ્રિજની સફાઈ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જોકે પોલીસે તેમને તરત જ અટકાવી દીધા હતા. અને આ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 15 જેટલા કાર્યકરો જ જોડાયા હતા, જે શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગુજરાત પ્રદેશ શક્તિ સભાના ચેરમેન વૈશાલી શિંદેએ જણાવ્યું હતું કે, રાજકોટને રેસકોર્સના કારણે એક હબ કહી શકાય છે, પરંતુ શહેરની દશા અત્યારે ખરાબ થઈ રહી છે. અન્ડરબ્રિજનું કામ પ્રોપર રીતે થયું નથી અને તંત્ર તદ્દન સૂતું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે કોઈપણ પ્રકારનું કામ થતું નથી અને રસ્તાઓ સ્લિપરી થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ-રસ્તા સાફ થાય છે, અને બીજા દિવસે ફરી કાદવ-કિચડ થઈ જાય છે. ત્યારે જો તંત્ર સફાઈ નહીં કરે તો કોંગ્રેસના કાર્યકરો પોતે રોડ-રસ્તાની સફાઈ



