1 ડિસેમ્બર, 2025થી 15 જાન્યુઆરી, 2026 સુધી કેટલીક ટ્રેનો આંશિક રદ રહેશે; લાખાબાવળ અને પીપળી સ્ટેશનોના સ્ટોપેજ રદ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી તા. 01 ડિસેમ્બર, 2025 થી લઈને તા. 15 જાન્યુઆરી, 2026 સુધી રેલ વ્યવહારને અસર થશે. ટ્રેન નં. 59206/59205 પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ તા. 01.12.2025 થી 30.12.2025 સુધી ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, ટ્રેન નં. 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નં. 59552/59551 ઓખા-રાજકોટ-ઓખા લોકલ તા. 01.12.2025 થી 15.01.2026 સુધી લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર ઊભી રહેશે નહીં. રેલવે તંત્રે યાત્રીઓને આ ફેરફારો ધ્યાનમાં રાખીને યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે અને નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ. લજ્ઞદ. શક્ષ ચેક કરવા જણાવ્યું છે.



