ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ ટીમ, મરિન પોલીસ અને સ્થાનિક માછીમારોની ટીમ શોધખોળમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ગત 22 નવેમ્બરના રોજ શનીવારે આનંદસાગર નામની બોટના એક ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના જસવંતભાઈ રામજીભાઈ બારૈયા નામના ખલાસી ગુમ થયા હતા. જાફરાબાદના દરિયામાં 10 થી 15 નોટિકલ માઇલ દૂર ખલાસી ગુમ થયાની ધટના બનતા ચકચાર મચી જવા પામી હતી. દરિયામાં માછીમારી કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ખ્યાલ આવ્યો કે જસવંતભાઈ બારૈયા બોટ પર હાજર નથી. બોટના અન્ય ખલાસીઓએ સમગ્ર બોટ વિસ્તાર અને આસપાસના દરિયામાં પ્રાથમિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતાં તાત્કાલિક કોળી સમાજ બોટ એસોસીએશન પ્રમુખ હમીરભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ ટીમ અને મરિન પોલીસ જાણ કરાઈ હતી. અને દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાનાં થઈ હતી. આ ધટનાને લઇ રાજુલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સતત મોનીટરીંગ કરી રહ્યાં હતાં. દરિયામાં ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ગુમ થયેલા ખલાસીની કોઈ ભાળ મળી ન હતી. ગત મોડીરાત્રીએ ગુમ થયેલા ખલાસી જસવંતભાઈ બારૈયાની મધદરિયે ભારે શોધખોળ બાદ 12 નોટિસકલ માઇલ દૂર જાફરાબાદ થી દિવના દરિયાની વરચે થી મૃતદેહ મળી આવ્યો છે. દરિયામાં સતત શોધખોળ બાદ સાતમાં દિવસે ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો. દરિયામાંથી કોસ્ટગાર્ડ ટીમ દ્વારા ખલાસીના મૃતદેહને કબજે કરી મોડીરાત્રીએ જાફરાબાદ બંદર પર લાવવામાં આવ્યો હતો. મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ. સતત શોધખોળમાં છ દિવસથી શોધખોળમાં કોસ્ટગાર્ડ ટીમ, મરિન પોલીસ ટીમ, સ્થાનિક માછીમારો સાથે કોળી સમાજ બોટ એસોસીએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી પણ જોડાયા હતાં. ખલાસીના મોતને લઇ પરીવારજનોમા ગમગીનીનો માહોલ સર્જાયો હતો..



