જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારના હસ્તે વેરાવળ ખાતે સરસ મેળાનું ઉદ્દઘાટન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછારે સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડ ખાતે તા.27 નવેમ્બર થી તા. 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલનારા સરસ મેળાનું ઉદઘાટન કર્યું હતું.
- Advertisement -
સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત આ સરસ મેળો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગીર સોમનાથ અને ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાનાં સ્વ-સહાય જૂથો અને વ્યક્તિગત કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ વસ્તુઓ જેવી કે, હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી-મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ, લેધર પ્રોડક્ટ્સ અને મહિલા કિશાન દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય પ્રોડક્ટ્સ વિગેરેનાં વેચાણ દ્વારા કાયમી આજીવિકા મળી રહે અને પગભર થાય તેવા શુભ આશયથી સ્વ-સહાય જૂથો, કારીગરો, ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં માટે વેચાણ સહ પ્રદર્શન માટે પ્રાદેશિક સરસ મેળાનું ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મૂછાર સહિતના મહાનુભાવોએ સરસ મેળામાં સખી મંડળની મહિલાઓના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.



