“દર વર્ષે બહાના બદલતા”: રાહુલ ગાંધીએ દિલ્હીની ઝેરી હવા પર ભાજપની ટીકા કરી, પાર્ટીએ જવાબ આપ્યો
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હવે જ્યારે કેન્દ્ર અને દિલ્હીમાં બીજેપીનું શાસન છે, હવે કોઈ બહાનું હોઈ શકે નહીં.
- Advertisement -
વિપક્ષે પ્રદૂષણ મુદ્દે સરકાર પર આક્રોશ
આ પ્રદૂષણના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં તાત્કાલિક આ પ્રદૂષણ પર ચર્ચા કરાવવાની માંગ કરી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, ‘હું જે પણ માતાને મળું છું, તે મને એ જ કહે છે – તેનું બાળક ઝેરી હવામાં શ્વાસ લઈને મોટું થઈ રહ્યું છે. તેઓ થાકેલા, ડરેલા અને ગુસ્સમાં છે.’
સંસદમાં પ્રદૂષણને લઈને ચર્ચા કરાવવાની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘દેશને વાયુ પ્રદૂષણ પર તાત્કાલિક, સંસદમાં વિસ્તૃત ચર્ચા અને આ હેલ્થ ઇમરજન્સીનો સામનો કરવા માટે એક સખત, લાગુ કરી શકાય તેવા એક્શન પ્લાનની જરૂર છે. આપણા બાળકોને સ્વચ્છ હવા મળવી જોઈએ, બહાના અને ધ્યાન ભટકાવનારી વસ્તુઓ નહીં.’
- Advertisement -
જો સમાધાન ન આપી શકો તો GST હટાવી બોજ ઓછો કરો: કેજરીવાલ
આ જ રીતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ વાયુ પ્રદૂષણ પર કહ્યું કે, ‘સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવા જીવલેણ થઈ ચૂકી છે અને સમસ્યાનું સમાધાન આપવાને બદલે સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલી રહી છે. લોકો પોતાના પરિવારને પ્રદૂષણથી બચાવવા માટે એર પ્યોરિફાયર લેવા જાય છે અને ત્યાં ખબર પડે છે કે સરકાર તેના પર 18% GST વસૂલી રહી છે. આ અન્યાય છે.’




