ભારતને મોટી સફળતા મળી: ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન નિમાર્ણમાં માર્ગ મોકળો થયો
ફ્રેન્ચ એરોસ્પેસ જાયન્ટ Safran એ હૈદરાબાદમાં અત્યાધુનિક LEAP અને M88 એન્જિન MRO સુવિધાઓ લોન્ચ કરી, વૈશ્વિક એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) હબ તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરી
- Advertisement -
એક રિપોર્ટ અનુસાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ફાઇટર જેટ એન્જિન નિર્માણનો માર્ગ મોકળો થઇ ગયો છે. સફ્રાનનાં સીઇઓ ઓલિવિયર એન્ડ્રીઝે જણાવ્યું હતું કે આ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર છે. અમે ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની સાથે મળી એક નવું એન્જિન બનાવવા જઇ રહ્યાં છે. આ મોટી સિદ્ધિ છે કારણકે અન્ય કોઇએ પણ આ ઓફર આપી નથી.
એએમસીએ બે એન્જિનવાળું એક એડવાન્સ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ હશે જેમાં 120 થી 140 કીલોન્યૂટન પાવરવાળા એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને સફ્રાન તેની ટેકનોલોજી પણ ભારતને સોંપવા માટે તૈયાર થઇ છે.
આ ભારતનું પોતાનું પ્રથમ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હશે જે દુશ્મનના રડાર અને સેન્સરને માત આપવામાં સક્ષમ હશે. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં આ સંબધમાં ડીઆરડીઓના ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબલિશમેન્ટ (જીટીઆરઇ)ની સાથે સંયુક્ત કંપનીની જાહેરાત કરશે. જેના પર લગભગ 7 અબજ ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતની પાસે જેટલા પણ ફાઇટર જેટ છે તેના એન્જિન વિદેશી છે. કોઇ પણ ફાઇટર જેટનો ખર્ચનો મોટો હિસ્સો એન્જિન અને મેઇન્ટેનન્સ પાછળ જાય છે.
- Advertisement -
જો આ એન્જિન વિદેશી ટેકનોલોજીથી મેક ઇન ઇન્ડિયા હેઠળ બનવા લાગશે તો તેના ખર્ચમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સફ્રાનના સીઇઓએ પણ જણાવ્યું હતું કે જે સમજૂતી તરફ તે આગળ વધી રહ્યાં છે તેમાં ફાઇટર જેટથી જોડાયેલ કંપ્રેશર અને ટર્બાઇન અંગે પણ વાત થઇ રહી છે. જેનું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ પણ ભારતની પાસે રહેશે.




