87 લાખના મુદામાલ સાથે ચારની ધરપકડ: બેની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીની ટીમે બાતમી આધારે જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી 46,00,800 રૂપિયાના દારૂ સાથે જૂનાગઢના ચાર શખ્સોને ઝડપી લઇ 86,55,800નો મુદામાલ કબ્જે કરી ધોરાજીના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને પીએસઆઈ ગોહિલ, પીએસઆઈ ભીમાણી સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઇ પરમાર અને મીરલભાઈ ચંદ્રવાડિયાને મળેલી બાતમી આધારે જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના મોટા કટિંગ ઉપર દરોડો પાડતા નાશભાગ મચી ગઈ હતી પોલીસે જુદી જુદી બ્રાન્ડનો 3720 બોટલ દારૂ કબ્જે કર્યો છે પોલીસે જૂનાગઢના સામત ભીમાભાઇ કરમટા, હીરા જીવાભાઈ મોરી, રાજુ ડાયાભાઇ સિંઘલ અને ધોરાજીના કારુ ધીરુભાઈ ગોહેલની ધરપકડ કરી દારૂ, ચાર કાર, 5 મોબાઈલ સહીત 86,55,800નો મુદામાલ કબ્જે કરી ધોરાજીના રાજુ પોલાભાઈ કોડીયાતર અને ભાવેશ ભોજાભાઈ કોડીયાતરની શોધખોળ હાથ ધરી છે



