એક વર્ષ પૂર્વે મંગેતરે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાવી હતી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ અને ખાસ તો સૌરાષ્ટ્ર વતી ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કરતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના હરિહર સોસાયટીમાં રહેતા સાળાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનામાં એટલે કે એક વર્ષ પૂર્વે મંગેતરે આ યુવક સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
- Advertisement -
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ હરિહર સોસાયટીમાં રહેતા અને ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી ઉ.30એ આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર જીતના પરિવારજનો અને ચેતેશ્વરના સાસરિયાઓ જામજોધપુરના વતની છે. પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. તેના સસરાને કોટનની જિનિંગ ફેક્ટરી છે આપઘાત કરી લેનાર જીત સામે ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણી સાથે સગપણ નક્કી થયા બાદ તહેવારના દિવસોમાં તેણીને જીત ઘરે લઇ ગયો હતો અને ત્યાં તેણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા સગાઇ બાદ તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય સગપણ તોડી નાખવામાં આવ્યું હતું આપઘાત કરી લેનાર જીતની બહેન પૂજાએ માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે. એ પછી એક વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર સાથે મેરેજ કર્યા હતા હાલ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ચેટ, સગાઇ, બળજબરી, દુષ્કર્મ અને આપઘાત
એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે જીત રસિક પાબારી સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, 2014માં ફેસબુકમાં જીતની ફેન્ડ રિકવેસ્ટ આવી હતી અને વાતચીત ચાલુ કરી હતી. જીતે જણાવ્યું હતું કે, મને તું પસંદ છો. બાદમાં બંનેના પરીવારજનો લગ્ન માટે સહમત થયા હતા. 8 ઓકટોબર 2021ના રોજ ગોળધાણાની વિધિ કરી હતી અને 27 જાન્યુઆરી 2022ના રોજ બંનેની સગાઈ થઇ હતી 26 નવેમ્બર 2024ના રોજ કરેલી દુષ્કર્મની ફરિયાદ મુજબ, સૌ પ્રથમવાર સિઝન્સ હોટલમાં સગાઈ વખતે આરોપીએ બળજબરી કરવાની કોશિશ કરી હતી. પરંતુ, ત્યારે મહેમાનો અને ઘણા લોકો હોવાથી તેણીએ પ્રતિકાર કર્યો હતો. બાદમાં જીતના પરિવાર સાથે કૌટુંબિક ફંકશન માટે દુબઈ ગઈ હતી ત્યાર બાદ દીવાળીના સમયમાં જીતના ઘરે ગઈ ત્યારે રૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દીવસે પણ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ મોબાઈલમાં ઉતારેલો વીડિયો અને ફોટોગ્રાફસ બતાવી કહ્યું હતું કે, હવે તું આ વાત કોઈને કહેતી નહીં નહીતર આ વીડિયો અને ફોટો વાઈરલ કરી દઈશ આ ફરિયાદના ઠીક એક વર્ષ પછી એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ જીતે આપઘાત કરી લીધો છે.



