રાજકોટમાં ગગનચુંબી ઇમારતોના યુગની શરૂઆત: ટોલ બિલ્ડિંગ પોલીસી અંતર્ગત મળી મંજૂરી
રાજકોટ શહેરના વિકાસમાં ઐતિહાસિક માઇલસ્ટોન: નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક પાસે આ 38 માળની સ્કાયલાઈન બિલ્ડિંગનું નિર્માણ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રાજકોટ મહાનગરપાલિકા એ સૌરાષ્ટ્રની અત્યાર સુધીની સૌથી ઊંચી 145.15 મીટર ઉંચી ગગનચુંબી ઇમારતના પ્લાનને મંજૂરી આપી છે. ગુજરાત સરકારની ટોલ બિલ્ડિંગ પોલીસી અંતર્ગત મળેલી આ મંજૂરી શહેરને મેટ્રોપોલિટન સ્તરે પહોંચાડશે અને અર્બન ડેવલપમેન્ટમાં એક નવા યુગની શરૂઆત કરશે. મંજુર થયેલ આ પ્રોજેક્ટ સ્કાયલાઈન નામે ઓળખાશે અને મવડી વિસ્તારના પરસાણા ચોક નજીક બીજા રીંગ રોડ ખાતે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટના ડેવલપર્સ ‘સત ડેવલોપર્સ’ છે જેમાં પાર્ટનર મનસુખભાઈ ભીમાણી છે જ્યારે આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્જિનિયર ભાવેશ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ તમામ ફાયર સેફ્ટી નોર્મ્સ, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન, વિન્ડ લોડ કેપેસિટી સહિતના સુરક્ષા ધોરણોના પાલન સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ, વિશાળ પાર્કિંગ, ખૂબસૂરત અર્બન ડિઝાઇન અને સુવિધાસભર આધુનિક માળખા સાથે આ પ્રોજેક્ટ શહેરની આકાશ રેખાને નવી ઓળખ આપશે.
આધુનિક મેટ્રો-લેવલ સિટી બનવાની દિશામાં રાજકોટનું પ્રયાણ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરીયા દ્વારા જણાવાયું કે ટોલ બિલ્ડિંગ પોલીસી દ્વારા શહેરમાં આયોજનબદ્ધ, આધુનિક અને સસ્ટેનેબલ વિકાસને વેગ મળશે. શહેરની જમીનનો કાર્યક્ષમ ઉપયોગ, વધુ ઓપન સ્પેસ, ટ્રાફિક સુગમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાશે. સ્કાયલાઈન જેવા પ્રોજેક્ટ સાથે રાજકોટ મોડર્ન મેટ્રો-લેવલ સિટી ની દિશામાં આગળ વધી રહ્યું છે.
મુખ્ય વિગતો
ઊંચાઈ: 145.15 મીટર (લગભગ 476 ફૂટ)
માળોની સંખ્યા: 38
રેસીડેન્સી યુનિટ્સ: 136 લક્ઝુરિયસ યુનિટ્સ
કોમર્શિયલ યુનિટ્સ: 12 પ્રીમિયમ કોમર્શિયલ સ્પેસ



