રાખનું વાદળ યેમેન, ઓમાન અને અરેબિયન સમુદ્ર માર્ગે ઉત્તર ભારત સુધી પહોંચ્યું; DGCA દ્વારા તાત્કાલિક સલામતી ચેતવણી જાહેર
ઇથોપિયાના ઉત્તર-પૂર્વના અફાર પ્રદેશે 23 નવેમ્બર, 2025ના રોજ એક અચાનક અને ઐતિહાસિક કુદરતી ઘટના જોયી-હેલી ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખીએ લગભગ 10,000-12,000 વર્ષના મૌન પછી પ્રથમ નોંધાયેલ વિસ્ફોટ કર્યો. પૃથ્વીની સૌથી સક્રિય અને અસ્થિર રિફ્ટ વેલી ટેકટોનિક પટ્ટીમાં આવેલ આ શીલ્ડ વોલ્કનોનો વિસ્ફોટ સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ચિંતાનો વિષય બન્યો. હેલી ગુબ્બી વિષે અત્યાર સુધી ખૂબ ઓછું દસ્તાવેજીકરણ હોવાથી આ વિસ્ફોટે અનેક નવા ભૂગર્ભીય પ્રશ્ર્નો અને સંશોધનો માટે દ્વાર ખોલ્યા છે.
- Advertisement -
વિસ્ફોટની ઘટના – 14 કિ.મી. ઊંચું રાખનું મહાકાય વાદળ: VAAC (Volcanic Ash Advisory Centre) અનુસાર, જ્વાળામુખીના વિસ્ફોટમાં રહેલું રાખ 14 કિ.મી. જેટલી ઊંચાઈએ ઉડી ગયું, જે જેટ એન્જિનો માટે અત્યંત જોખમી ક્ષેત્ર ગણાય છે. આ ભારે રાખ અને સલ્ફર ડાયોક્સાઇડના વાદળો અફારમાંથી યેમેન, ઓમાન, રેડ સી અને અરેબિયન સમુદ્ર માર્ગે આગળ વધીને ઉત્તર ભારત સુધી પહોંચ્યા. પરિણામે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રીરાઉટ કરવામાં આવી, ડઝનેક ઉડાનો મોડા પડ્યાં અને હવાઈ સત્તાઓએ તાત્કાલિક સલામતી ચેતવણીઓ જાહેર કરી. વિસ્ફોટ દરમિયાન જઘ
સહિતના ઝેરી વાયુઓના ભારે સ્ત્રાવથી હવામાનમાં તાત્કાલિક પ્રદૂષણમાં વધારો થયો.
રિફ્ટ વેલીનું હૃદય – હેલી ગુબ્બીની ભૂગર્ભ રચના હેલી ગુબ્બી જ્વાળામુખી અફાર ટ્રિપલ-જંક્શનનો ભાગ છે, જ્યાં આફ્રિકન, અરેબિયન અને સોમાલી પ્લેટો સતત એકબીજાથી દૂર ખસી રહી છે. આ પ્લેટ ગતિઓના કારણે અહીં જ્વાળામુખી પ્રવૃત્તિ સતત સક્રિય રહે છે. આશરે 500 મીટર ઊંચું અને પહોળા ઢોળાવ ધરાવતું આ શીલ્ડ વોલ્કનો એર્ટે એલે સિસ્ટમનો ઉત્તર ભાગ માનવામાં આવે છે. આસપાસના વિસ્તારોમાં નાના ફૂમરોલ્સ, ભૂતાપીય ગરમીના પ્રવાહો અને સિસ્મિક હલચલ સામાન્ય રીતે બની રહે છે.
સ્થાનિક લોકો પર અસર – કુદરત અને જીવન વચ્ચેની ટક્કર
વિસ્ફોટ પછી આસપાસના ગામોમાં જ્વાળામુખી રાખનું પડવું, પાણીના સ્ત્રોતોમાં પ્રદૂષણ અને ઘાસના મેદાનોનો નાશ જેવી સમસ્યાઓ સર્જાઈ. પશુપાલન પર આધારીત સ્થાનિક સમુદાય માટે આ એક મોટો આંચકો છે. રહેણાંક અને આરોગ્ય પર પડતી અસરને કારણે કેટલાક વિસ્તારોમાં ખસેડવાની શક્યતા પર અધિકારીઓ મૂલ્યાંકન કરી રહ્યા છે. માનવ અને પશુઓની તબિયત પર પણ જઘ અને રાખના પ્રભાવથી તાત્કાલિક જોખમ ઉભું થયું છે.
- Advertisement -
વૈજ્ઞાનિક પ્રશ્ર્નો – 12,000 વર્ષ પછી અચાનક જાગરણ કેમ?
હોલોસિન યુગમાં હેલી ગુબ્બીના કોઈ મોટા વિસ્ફોટના સ્પષ્ટ પુરાવા ન મળતા હોવાથી વૈજ્ઞાનિકો માટે આ ઘટના અત્યંત ચોંકાવનારી છે. આ અચાનક જાગૃત થવાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે-શું રિફ્ટ વેલીમાં ભૂગર્ભ દબાણ ઝડપથી વધી રહ્યું છે? શું અન્ય સુસ્ત જ્વાળામુખીઓ પણ જાગવાની દિશામાં છે? શું સમગ્ર રિફ્ટિંગ પ્રક્રિયા વધુ ઝડપી બની રહી છે? હાલ વૈજ્ઞાનિકો રાખ, જઘ, લાવા અને સિસ્મિક ડેટાના આધારે પ્રદેશના આગામી જોખમો અને બદલાવનું વિશ્લેષણ કરી રહ્યા છે
વૈશ્વિક અસર – હવાઈ માર્ગોથી વાતાવરણ સુધીનું ઝટકો
જ્વાળામુખી વિસ્ફોટની સ્થાનિક અસર તો સ્પષ્ટ છે, પરંતુ 14 કિ.મી. ઊંચા રાખ વાદળોએ વૈશ્વિક હવાઈ માર્ગો પર પણ મોટો ખતરો ઊભો કર્યો. રાખ જેટ એન્જિનોને નુકસાન પહોંચાડી શકે છે, તેથી આફ્રિકા-યુરોપ-એશિયા વચ્ચેની અનેક ઉડાનોને બદલીને નવા રૂટ અપનાવવા પડ્યા. રેડ સી અને અરેબિયન સમુદ્ર ઉપરની ઉડાનો ખાસ સાવચેતી હેઠળ રાખવામાં આવી, જેના પરિણામે મુસાફરી સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો
હૈલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટની ભારત પર પ્રાથમિક અસર હવાઈ મુસાફરીમાં વ્યાપક વિક્ષેપ તરીકે દેખાઈ, જેમાં રાખના વાદળને કારણે એરક્રાફ્ટ એન્જિનને જોખમ થઈ શકે એ કારણે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ઉૠઈઅ) એ એરલાઇન્સને અસરગ્રસ્ત હવાઈ ક્ષેત્રોને ટાળવા માટે સલામતી સલાહકારી જારી કરી. આ કારણે એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર અને કેએલએમ જેવી કંપનીઓએ ભારત-યુરોપ, ભારત-આફ્રિકા અને મધ્ય પૂર્વના માર્ગો પર બહુવિધ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી, વિલંબિત કરી અથવા રૂટ બદલ્યા, જેનાથી દિલ્હી, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, ગુજરાત અને પશ્ચિમી-ઉત્તરીય પ્રદેશોના એરપોર્ટ્સ પર કામગીરીને અસર થઈ અને મુસાફરી સમયમાં વધારો થયો. ભૌગોલિક રીતે, 15,000થી 45,000 ફૂટની ઊંચાઈવાળા રાખના વાદળ રેડ સી અને ઓમાન પસાર થઈને ગુજરાત-રાજસ્થાનમાં પ્રવેશ્યા અને પછી મહારાષ્ટ્ર, દિલ્લી-એનસીઆર, હરિયાણા તથા પંજાબ તરફ ફેલાયા, જેની દેખરેખ ભારતીય હવામાન વિભાગ (ઈંખઉ) દ્વારા કરવામાં આવી અને 25 નવેમ્બર, 2025ની સાંજ સુધીમાં તે ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળી જવાની અગાહી કરવામાં આવી. હવાની ગુણવત્તા અને જાહેર આરોગ્ય પર ઈંખઉ તથા પર્યાવરણીય નિષ્ણાતો અનુસાર જમીન સ્તરે કોઈ નોંધપાત્ર અસર નથી થઈ, કારણ કે રાખની સાંદ્રતા નીચલા વાતાવરણમાં આરોગ્ય જોખમ ઊભું કરવા પૂરતી નહોતી, જોકે હિમાલયના અમુક વિસ્તાર અને નેપાલના તરાઈ વિસ્તારોમાં જઘ સ્તરમાં વધારો, જ્યારે રાખ અને સલ્ફર ડાયોક્સાઇડને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં આકાશ અસ્થાયી રીતે ઘાટું કે ધુમ્મસવાળું દેખાયું. આ ઘટના ભારતથી ભૌગોલિક દૂરતા હોવા છતાં વૈશ્વિક વાતાવરણ, વેપાર અને હવાઈ વ્યવસ્થાઓની આંતરસંકલિતતા દર્શાવે છે, જેમાં જઘ અને રાખના કણો સૂર્યપ્રકાશને પરાવર્તિત કરીને થોડા સમય માટે તાપમાનમાં ઘટાડો કરે છે અને મોન્સૂન પેટર્નમાં હળવા વિલંબ કે તીવ્રતાના ફેરફારોનું કારણ બને છે, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં. હવાઈ મુસાફરીમાં, રાખના વાદળને કારણે ભારત-યુરોપ તથા ભારત-આફ્રિકા માર્ગો પર મુસાફરી સમય વધે છે અને કાર્ગો શિપમેન્ટમાં વિલંબ થઈ શકે છે, જ્યારે વેપાર અને સપ્લાય ચેઈન પર આફ્રિકાના હોર્ન વિસ્તારના મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાં અવરોધને કારણે અસર પડી શકે છે.હિંદ મહાસાગરના પવનચક્ર પર અસર: આફ્રિકા-અરેબિયન ક્ષેત્રમાં તાપમાનમાં ફેરફારો અરેબિયન સમુદ્રના વાદળચક્રો અને હવાનાં પ્રવાહોમાં ટૂંકગાળાની અવ્યવસ્થાનું કારણ બની શકે છે, આ બાબત વિશ્વના પરસ્પર સંગત પ્રભાવને રજૂ કરે છે.
પૃથ્વીની નબળી રેખા પર ઉભેલું માનવજગત
હેલી ગુબ્બીનો 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ કુદરતની અસાધારણ શક્તિ અને પરિવર્તનશીલતાનું તેમજ પૃથ્વીની આંતરરચનાની અનિયમિતતા અને જટિલતાનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિક ઘટના હોવા છતાં, તેની અસર વૈશ્વિક હવાઈ માર્ગો, વેપાર, વાતાવરણ અને પવનપ્રવાહો સુધી અનુભવી શકાય છે. રિફ્ટ વેલી અને આફ્રિકન પ્લેટ સિસ્ટમના અભ્યાસ માટે આ એક નવા યુગની શરૂઆત સમાન છે. ‘સુસ્ત’ માનાતા જ્વાળામુખી પણ ક્યારે, કેવી રીતે જાગી ઉઠે-એનો નિશ્ચિત જવાબ કોઈ પાસે નથી, પરંતુ દરેક વિસ્ફોટ પૃથ્વીના આંતરિક જીવન વિશેના નવા રહસ્યો ખોલે છે.



