TMC ધારાસભ્યએ કહ્યું- 6 ડિસેમ્બરે પાયો નખાશે: અયોધ્યામાં આ જ દિવસે બાબરીનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે બાબરી મસ્જિદના શિલાન્યાસના પોસ્ટરો લગાવવામાં આવ્યા. તેના પર લખેલું છે – 6 ડિસેમ્બરે બેલડાંગામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ સમારોહ યોજાશે. તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ)ના ધારાસભ્ય હુમાયુ કબીરને આયોજક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
કબીરે પોતે મંગળવારે કહ્યું, અમે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો પાયો નાખીશું. ત્રણ વર્ષમાં તેનું નિર્માણ પૂર્ણ થશે. કાર્યક્રમમાં ઘણા મુસ્લિમ નેતાઓ ભાગ લેશે.
અયોધ્યામાં વિવાદિત માળખું 6 ડિસેમ્બર 1992ના રોજ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આવતા મહિને બાબરી ધ્વંસના 33 વર્ષ પૂરા થશે. ઝખઈ ધારાસભ્યનું કહેવું છે કે આ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
- Advertisement -
TMC ધારાસભ્યનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે મંગળવારે અયોધ્યામાં ઙખ મોદીએ રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું. ધ્વજારોહણનો અર્થ છે કે મંદિર હવે પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ઝખઈ બાંગ્લાદેશનો પાયો નાંખી રહી છે: ભાજપ
ભાજપે તેની સખત ટીકા કરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો કે ઝખઈ પશ્ર્ચિમ બંગાળમાં મસ્જિદ નહીં, પરંતુ બાંગ્લાદેશનો પાયો નાખી રહી છે. ગિરિરાજ સિંહે દાવો કર્યો કે મમતા બેનર્જી સરકાર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સમર્થન પર ટકેલી છે. જે રીતે ઝખઈ હિંદુઓની લાશો પર રાજનીતિ કરી રહી છે, તે લાંબા સમય સુધી ચાલશે નહીં.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે ઝખઈ ધારાસભ્ય કબીરનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું- જો મંદિરનો શિલાન્યાસ થઈ શકે છે તો મસ્જિદનો કેમ નહીં? વિરોધ કરનારાઓ વગર કારણે વિવાદ ઊભો કરી રહ્યા છે. આ ધાર્મિક સ્વતંત્રતા છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા હુસૈન દલવઈએ કહ્યું છે કે મસ્જિદ બનાવવી બરાબર છે, પરંતુ ખાસ કરીને બાબરી મસ્જિદ જ કેમ? જે વિવાદ પહેલાથી જ ઉકેલાઈ ગયો છે, તેને રાજકીય ફાયદા માટે ફરીથી ખોલવામાં આવી રહ્યો છે. આપણો સંબંધ બાબર સાથે નહીં, પરંતુ શિવાજી મહારાજ સાથે છે.
ભાજપના નેતા અને બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે તેઓ આ બધું સાંપ્રદાયિક તણાવ ભડકાવવા માટે કરી રહ્યા છે. ચૂંટણીઓ નજીક આવી રહી છે. નિર્દોષ મુસ્લિમો ઝખઈ છોડી રહ્યા છે. જેમ 2021માં તેમણે ઈઅઅને ગછઈ કહીને તમામ મુસ્લિમોને એક કર્યા હતા, તેમ આ વખતે તેઓ બાબરી મસ્જિદના નામે કરી રહ્યા છે.



