પંજાબી અભિનેત્રી સોનમ બાજવા હાલ મુસીબતમાં મુકાઇ ગઇ છે. તે પોતાની આવનારી ફિલ્મ પીટ સ્યાપાનુ શૂટિંગ એક મસ્જિદમાં કરી રહી હતી ત્યારે વિવાદ ઊભો થયો હતો.
પંજાબના શાહી ઇમામે મસ્જિદની અંદર શૂટિંગ કરવા માટે ધાર્મિક ઠેસ પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે.એટલું જ નહીં આ મસ્જિની અંદર શૂટિંગ કરવાપર પ્રતિંબંધ હોવાનું પણ જણાવ્યું હતું.આ બાબતે અભિનેત્રી અને ફિલ્મની ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
- Advertisement -
ફરિયાદમાંએમ પણ જણાવામાં આવ્યું હતુ કે, આ મસ્જિદ ભગત સાધનાના નામ પર બનાવવામાં આવી હતી. જેનું સિખ અને મુસ્લિમના બન્ને સમુદાયો સમ્માન કરે છે. અહીં શૂટિંગ કરવું એ ચોંકાવનારું કાર્ય છે. અને એની પવિત્રતાનું ઉલ્લઘન છે. શૂટિંગ મસ્જિદમાં રાતના કરવામાં આવ્યું હતું તેમજ અંદર ખાણીપીણી પણ થઇ હતી. આ ધાર્મિક મર્યાદાની વિરુદ્ધ છે. મસ્જિદની બહાર શૂટિંગ પર પ્રતિબંધ હોવાનું પણ લખવામાં આવ્યું હોવા છતાં પણ શૂટિંગં કર્યાથી તેમના પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
આ માટે ઇમામે અભિનેત્રી અને ફિલ્મની સંપૂર્ણ ટીમ વિરુદ્ધ એકશનની માંગણીની સાથેસાથે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.




